ઉનાળાની ગરમીમાં શહેરોમાં રહેતા લોકોની હાલત ખરાબ છે. ઘરથી બહીર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ભારતનો લગભગ અડધો હિસ્સો ગરમીથી હેરાન થઈ રહ્યો છે. તેમજ એક જગ્યા એવી છે જ્યાં ગરમી લાગતી જ નથી અને ત્યાં માઈનેસ 5 ડિગ્રી હોય છે. લોકો ગરમીમાં ઠંડક મેળવવા પહાડો પર ટ્રિપ પ્લાન કરે છે.


આ ગરમીમાં પહાડો પર તડકો વધારે લાગે છે. જો તમારે પણ ગરમીથી રાહત મેળવવી હોય તો તમે આ જગ્યાએ જઈ શકો છો તે જગ્યા ઠંડી જ રહે છે. તમને જણાવી દઈએ કે આ જગ્યા છે હિમાચલ. હિમાચલમાં એક ગામ છે જ્યાં જૂનમાં જાન્યુઆરી જેવી ઠંડી હોય છે. ત્યાં જઈને તમારે સ્વેટર પહેરવું પડે એટલી ઠંડી હોય છે.

આ ગામનું શું નામ છે?

હિમાચલના આ નાના ગામનું નામ છે ખંગસર. આ એક એવું ગામ છે જ્યાં જૂન મહિનામાં ઠંડી પડે છે અને સ્વેટર પહેરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. જો તમે પણ ગરમીથી પીડાતા હોય તો તમે આ ગામની મુલાકાત લઈ શકો છો. તેમજ આ ગામની પાકૃતિક સુંદરતા તમને મનમોહિત કરી દેશે.

સાદગીભર્યું જીવન

શહેરની ભીડ અને કકરાટથી દૂર હિમાચલના આ ગામમાં તમે શાંતિ અમે આરાદાયી પળો વિતાવી શકો છો. ત્યાંના લોકો સાદગીભર્યું જીવન જીવે છે. અહીંયા એટલી જ ખેતી કરવામાં આવે છે, જેટલી જરૂરત હોય. તેમજ તે સિવાય વિદેશી શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. જેમ કે બ્રોકોલી, ઝુકીની, આઈસબગ વગેરે.

કદુરતી નજારો છે જોવાલાયક

અહીંયા શેહેરો જેવી આધુનિક જિંદગી, જેમ કે નેટવર્ક, ઓનલાઈન ઓર્ડર, શોપિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરંતુ જો તમને કુદરતી નજારો જોવો ગમે છે તો તમે આ ગામની મુલાકાત લઈ શકો છો. અહીંયા ચારેબાજુ વિશાળ પહાડો છે તેમજ તેની બરફી સફેદ ચાદર જોવા મળશે.

કેવી રીતે આ ગામમાં પહોંચવું?

આ ગામ અટલ ટનલથી 8 કિલોમીટર દૂર છે જો તમારે ખંગસાર પહોંચ્વું હોય તો અહીંયાથી આ ટનલથી જવું પડશે. આ ગામમાં શાંતિ અને સુકૂન મળે છે.


  • Follow us on: