ડોનટનો ક્રેઝ બાળકોથી લઈને મોટા સુધી તમામ લોકોને છે.
આ એક યૂરોપ ડિશ છે પણ તે ત્યા સુધી સીમિત નથી આ સ્વીટ ડિશને ભારતના લોકો પણ ખૂબ પસંદ કરે છે. ડોનટની વધતી ડિમાન્ડને જોઈને દર વર્ષે જૂનના પહેલા શુક્રવારે 'નેશનલ ડોનટ ડે' માનાવામાં આવે છે.
જો કે ડોનટ બાળકોને વધારે ભાવે છે અને ડોનટની એટલી બધી વેરાયટી જોવા મળે છે કે એવું થઈ જાય છે કે કયું ખાવું ને કયું ના ખાવું. આ વખતે નેશનલ ડોનેટ ડે 6 જૂને ઉજવવામાં આવ્યો હતો. આનો ઈતિહાસ અને અમેરિકા અને કેનેડા વચ્ચે ફેમસ ડોનેટ યુદ્ધ થયું હતું. જેના વિશો અમે તમને જણાવા જઈ રહ્યા છે. તમને લાગતું હશે કે ડોનટ યુદ્ધ પણ હોય અને એ સાચે થયું હતું તો હા આ યુદ્ધ થયું હતું.
નેશનલ ડોનેટ ડે ક્યારે ઉજવવામાં આવે?
ડોનટ લગભગ 100 વર્ષ પહેલાની સ્વીટ ડિશ છે. તેમા મેદો અને સુગર નાખીને તેને બનાવવામાં આવે છે અને તેને પછી ડિપ ફ્રાઈડ કરવામાં આવે છે. તેના ઉપર પછી ચોકલેટની લેયર લગાવામાં આવે છે અને ત્યારબાદ તેના પર સ્પ્રિકલર સ્પ્રેડ કરવામાં આવે છે. નેશનલ ડોનટ ડેનો ઈતિહાસ 1938થી શરૂ થયો હતો. આ દિવસ ઉજવવાની શરૂઆત સિલસિલા સોલ્વેશન આર્મી દ્વારા શરૂ કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે ગ્રામીણ મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ફેવરેટ સ્વીટ ડિશ છે ડોનેટ
ડોનટ એટલું પોપ્યુલર થઈ ગયું કે ઘણા યૂરોપિયન દેશોના લોકોની આ ફેવરેટ સ્વીટ ડિશ બની ગઈ હતી. તેમજ અમેરિકા અને કેનેડા વચ્ચે 1980ના દાયકામાં ડોનટ યુદ્ધ જોવા મળ્યું હતું. આ કોઈ અસલી યુદ્ધ નહોતું, પરંતુ અમેરિકાની Dunkin Donuts અને કેનેડા Tim Hortons વચ્ચે ડોન્ટસ મોર્કેટ પર હક જમાવવા માટે કોમ્પિટિશન થયું હતું. બંને કંપની કોફી અને ડોનટ માટે ફેમસ હતી.