સામાન્ય રીતે આપણે ગાય કે ભેંસના દૂધના ફાયદાઓ વિશે સાંભળતા આવ્યા છીએ. ગાયનું દૂધ મગજ તેજ કરે છે અને ભેંસનું દૂધ તાકાત આપે છે, પરંતુ શું તમે ક્યારેય એવા દૂધ વિશે સાંભળ્યું છે જેની કિંમત સામાન્ય દૂધ કરતાં સેંકડો ગણી વધારે હોય? હા, અમે વાત કરી રહ્યા છીએ ગધેડીના દૂધની (Donkey Milk), જે દુનિયાના સૌથી મોંઘા દૂધમાં ગણાય છે. બજારમાં તેની કિંમત રૂ. ૫,૦૦૦ થી લઈને રૂ. ૧૨,૦૦૦ પ્રતિ લીટર સુધીની હોઈ શકે છે. આ દૂધ વેચીને કેટલાક પશુપાલકો મહિને ૨ થી ૩ લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આ દૂધ આટલું મોંઘું કેમ છે અને તેમાંથી શું બને છે.
ગધેડીનું દૂધ આટલું મોંઘું કેમ છે?
આ દૂધ મોંઘું હોવાનું મુખ્ય કારણ તેની અછત છે. એક ગધેડી આખા દિવસમાં માત્ર ૨૦૦ થી ૫૦૦ મિલીલીટર જેટલું જ દૂધ આપી શકે છે. દેશની સાથે-સાથે વિદેશોમાં પણ આ દૂધની માંગ ખૂબ જ વધારે છે, જેના કારણે મોટા પાયે તેની નિકાસ પણ કરવામાં આવે છે.
પોષક તત્વોનો ખજાનો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગધેડીના દૂધમાં વિટામિન E, એમિનો એસિડ, વિટામિન B1 અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ દૂધ પેટને લગતી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોને ગાય કે ભેંસના દૂધની એલર્જી હોય (Lactose Intolerance), તેઓ પણ આ દૂધ સરળતાથી પી શકે છે કારણ કે તે ઓછું એલર્જિક હોય છે.
આ દૂધમાંથી શું-શું બનાવવામાં આવે છે?
ગધેડીના દૂધમાંથી સામાન્ય દૂધની જેમ જ ડેરી પ્રોડક્ટ્સ તો બને જ છે, પરંતુ તેની સૌથી વધુ ડિમાન્ડ કોસ્મેટિક અને હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં છે. આ દૂધનો ઉપયોગ પ્રીમિયમ ક્વોલિટીના સાબુ, ફેસ ક્રીમ, નાઇટ ગ્લો ક્રીમ અને મિલ્ક પાવડર બનાવવામાં થાય છે. જે પ્રાણીને વર્ષોથી માત્ર ભાર વહન કરનાર સમજવામાં આવતું હતું, તે આજે બ્યુટી અને વેલનેસ સેક્ટરમાં કમાણીનો મોટો સ્ત્રોત બની ગયું છે.
આ પણ વાંચો:Israel: બેન્જામિન નેતન્યાહુના ખરાબ દિવસો શરૂ? અમેરિકાએ 48 કલાકમાં ઇઝરાયેલને આપ્યા 4 મોટા ઝટકા