લાંબી અને આરામદાયક સફર માટે ભારતીયોની પહેલી પસંદ રેલ્વે છે. પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે ભારતીય રેલ્વેએ એક મોટું પ્લાનિંગ કર્યું છે. આત્યાર સુધી તમે રેલ્વે ટિકીટ બુક કરતા હતા તો ટ્રેન શરૂ થવાના ચાર કલાક પહેલા તમારી ટિકીટ કન્ફોર્મ થઈ છે કે નહીં તે જાણી શકતા હતા. પરંતું મળતી માહિતી પ્રમાણે રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જે અનુસાર હવે કન્ફોર્મ સીટ વાળો ચાર્ટ 4 નહીં પણ 24 કલાક પહેલા જાહેર કરવામાં આવશે. 


પ્રવાસીઓને મળશે સુવિધા

રેલ્વેએ પ્રવાસીઓની સૌથી મોટી સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે, જેનું ટ્રાયલ પણ શરૂ કરી દેવાયું છે. જ્યારે તમે ટિકીટ બુક કરો છો ત્યારે ગણી વખત તમારી ટિકીટ કન્ફોર્મ થતી નથી અને વેઈટિંગ લિસ્ટ બતાવે છે. આ ટિકીટ કન્ફોર્મ થશે કે નહીં તેની સતત ચિંતા રહે છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન આ પણ ટેન્શનનો વિષય છે. રિપોટ્સ પ્રમાણે આ સમસ્યાને દુર કરવા માટે રેલ્વેએ તેના પર કામ શરુ કરી દીધુ છે. જેના આધારે હવે તમને તમારી સીટ કન્ફોર્મ થઈ છે કે નહીં તે 24 કલાકમાં ખબર પડી જશે.

બીકાનેર સ્ટેશન પર કરાઈ પાયલટ રન

 સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ નવી સિસ્ટમને લઈને રેલ્વે તરફથી ટ્રાયલ શરૂ કરી દેવાયુ છે. 6 જૂનથી આ સિસ્ચમને રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલટ રનના રુપમાં શરૂ કરી દેવાઈ છે. જે હજી સુધી એક ટ્રેન સુધી જ સિમિત છે અને કહેવામાં આવી રહ્યું ચે કે તેમાં હજી સુધી કોઈ સમસ્યા સર્જાઈ નથી. 

રેલ્વેના આ નિર્ણયથી કરોડો લોકોને રાહત મળશે. કારણકે ચાર્ટ 4ની જગ્યાએ 24 કલાક પહેલા તૈયાર થઈ જવાથી ટ્રેન ઉપડી જવાના અંતિમ સમય સુધી રાહ જોવી પડશે નહીં, તે પહેલા જ ટિકીટ મળશે કે નહીં તેની જાણકારી મેળવી શકાશે. 


  • Follow us on: