રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાની અઢળક સંપત્તિ અને વૈભવી લાઈફસ્ટાઈલ માટે આખી દુનિયામાં જાણીતા છે. મુંબઈ સ્થિત તેમના આલીશાન ઘર 'એન્ટિલિયા'ના ગેરાજમાં રોલ્સ રોયસ, બેન્ટલે, મર્સિડીઝ મેબેક અને બીએમડબલ્યુ જેવી દુનિયાની સૌથી મોંઘી અને સુરક્ષિત કારો મોજૂદ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દેશના આ સૌથી મોટા વીઆઈપી (VIP) શખ્સની લક્ઝરી ગાડીઓ જે ડ્રાઈવર ચલાવે છે, તેનો પગાર કેટલો હશે? તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના પર્સનલ ડ્રાઈવરની સેલેરી કોઈ મોટી મલ્ટીનેશનલ કંપની (MNC)ના વરિષ્ઠ કર્મચારીના પેકેજ જેટલી હોય છે.


કડી ટ્રેનિંગ અને સ્ક્રિનિંગ બાદ મળે છે નોકરી

મુકેશ અંબાણીના ડ્રાઈવર બનવું કોઈ સામાન્ય વાત નથી, તેના માટે ખૂબ જ કડક અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. રિલાયન્સ ગ્રુપ આ માટે પ્રતિષ્ઠિત પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપે છે. આ એજન્સીઓ ઉમેદવારના બેકગ્રાઉન્ડની ઊંડી તપાસ (વેરિફિકેશન) કરે છે. પસંદગી પામેલા ડ્રાઈવરને માત્ર સામાન્ય ડ્રાઈવિંગ જ નહીં, પણ બુલેટપ્રૂફ વાહનો હેન્ડલ કરવાની, કટોકટીની સ્થિતિમાં મુશ્કેલ રસ્તાઓ પર સૂઝબૂઝ દાખવવાની અને વીવીઆઈપી પ્રોટોકોલ જાળવવાની ખાસ સૈન્ય કક્ષાની ટ્રેનિંગ આપવામાં આવે છે.

વર્ષે કેટલા લાખનું હોય છે પેકેજ?

મીડિયા રિપોર્ટ્સ અને અગાઉ વાયરલ થયેલા આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૭માં મુકેશ અંબાણીના પર્સનલ ડ્રાઈવરનો પગાર વાર્ષિક ૨૪ લાખ રૂપિયા હતો, એટલે કે તે દર મહિને અંદાજે ૨ લાખ રૂપિયા કમાતો હતો. સમયની સાથે મોંઘવારી ભથ્થા, વિવિધ એલાઉન્સ અને રિલાયન્સની ઇન્ક્રીમેન્ટ પોલિસીને ધ્યાનમાં રાખીએ તો, વર્તમાન સમયમાં આ સેલેરી વધીને દર મહિને આસાનીથી ૩ થી ૪ લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ હિસાબે ડ્રાઈવરનું વાર્ષિક પેકેજ અંદાજે ૩૬ લાખથી લઈને ૪૮ લાખ રૂપિયા સુધીનું થાય છે.

આ આકર્ષક પગાર ઉપરાંત અંબાણી પરિવારના પર્સનલ સ્ટાફ જેમ કે રસોઈયા, ગાર્ડ્સ અને ડ્રાઈવર્સને રહેવા-જમવાની સગવડ, લાઈફ ઈન્સ્યોરન્સ અને બાળકોના શિક્ષણ માટેના ભથ્થા જેવી અનેક કોર્પોરેટ સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ જ કારણે અંબાણી પરિવારના સ્ટાફની લાઈફસ્ટાઈલ પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે.

આ પણ વાંચો:Karnataka MLC ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી ભાજપ હાઈકમાન્ડ લાલઘૂમ, પ્રદેશ પ્રમુખ વિજયેન્દ્ર સહિત 3 મોટા નેતાઓને દિલ્હીનું તેડું

  • Follow us on: