એક સમય હતો જ્યારે માત્ર એક વિડિયો બનાવવા માટે કેમેરા એડિટર અને લાઇટ થી લઈને લોકેશન સુધીની માથાકૂટ રહેતી હતી. પરંતુ હાલ આધુનિક દુનિયામાં ટેકનોલોજી એ હદની એડવાંન્સ થઈ ચૂકી છે કે ન માત્ર વિડિયો પણ આખે આખી ફિલ્મ ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટરને કમાન્ડ આપીને બનાવી શકાય છે.


AI વિડીયો બન્યું નવો ટ્રેન્ડ

આજકાલ AI વિડીયો બનાવવું એ એક નવો ટ્રેન્ડ બની ગયું છે. AI વીડિયો એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વૈચારિક શક્તિની મદદથી ડિવાઇસને આપવામાં આવેલા કમાન્ડ બાદ તૈયાર થયેલ એક ચલ ચિત્ર કે જેની બનાવટ બિલકુલ વાસ્તવિક લાગે છે. આજકાલ આ પ્રકારના વીડિયો કન્ટેન્ટ ખુબજ ફેશનમાં ચાલી રહ્યા છે. કેમકે આજની વ્યસ્ત દુનિયામાં દરેક વ્યક્તિ કેમેરાની સામે આવીને શૂટ કરી શકતું નથી અમે સાથે સાથે વીડિયો એડિટિંગ માટે સમય કાઢી શકતું નથી. ત્યારે AI આવા સમયે ખુબજ કામ લાગે છે.

AI વીડિયો બનાવવા માટેના લોકપ્રિય ટૂલ્સ

AI વીડિયો બનાવવા માટે ઘણા બધા ટૂલ્સ ઓનલાઈન મળી જાય છે પરંતુ આજના આ લેખમાં આપણે એવા લોકપ્રિય ટૂલ્સ વિશે જાણીશું કે જેની મદદથી તમે ચપટી વગાડતા તમે AI વીડિયો બનાવી શકો છો. Synthesia.io નામક ટૂલ સાથે તમે અવનવા અવતાર સાથે વિડીયો જનરેટ કરી શકો છો. Pictory.ai નામક ટૂલ સાથે તમે બ્લોગ્સ અથવા લેખોમાંથી વિડીયો બનાવી શકો છો. Lumen5 નામક ટૂલ સાથે ટેક્સ્ટને સ્લાઇડશો વીડિયોમાં કન્વર્ટ કરી શકો છો. InVideo નામક ટૂલ સાથે કસ્ટમ ટેમ્પ્લેટ્સ AI જનરેટેડ વિડીયો બનાવી શકો છો.

AI વિડિઓઝમાંથી પૈસા કેવી રીતે કમાવવા?

હવે સૌથી મહત્વપૂર્ણ સવાલ અહિયાં એ થાય છે કે Artificial Intelligenceની મદદથી પૈસા કેવી રીતે કમાઈ શકાશે? તો જવાબ એ છે કે AIની મદદથી તમે YouTube ચેનલ શરૂ કરી શકો છો. YouTube પર AI દ્વારા બનાવેલા વિડીયો અપલોડ કરીને AdSense મોનેટાઈજેશન ચાલુ કરી શકાય છે અને કમાણી કરી શકાય છે કેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૈક્ષણિક, સમાચાર અને તથ્યોના વિડીયો સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને સાથે સાથે Instagram Reels અને Facebook વિડીયો માટે પણ AIનો  ઉપયોગ કરી શકાય છે. 

  • Follow us on: