ગુજરાતના ગીર પ્રદેશની ગાયો તેના દૂધની ગુણવત્તા માટે જાણીતી છે. લેટિન અમેરિકન દેશ બ્રાઝિલના પશુ વેપારીઓ ભારતથી ગીર ગાયોને બ્રાઝિલ લાવ્યા હતા સાથે તેઓ એક બળદને પણ લાવ્યા હતા જેનો બ્રાઝિલની દૂધ ઉત્પાદકતામાં મહત્ત્વનો ફાળો છે.


બ્રાઝિલની શ્વેત ક્રાંતિમાં ગુજરાતનો ફાળો

દુનિયાનો પાંચમો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ એટલે બ્રાઝિલ પરંતુ ભારત દેશ માટે ગર્વની વાત કહેવાય કે બ્રાઝિલમાં થયેલ આટલી મોટી દૂધની ક્રાંતિમાં ગુજરાતના અને એમાંય ભાવનગરના એક રાજાનો હાથ છે . વર્ષ 1949માં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલજીએ બ્રાઝિલના એક પશુ વેપારી સેલ્સો ગ્રાસિયાને એક ગિર બળદ ભેટમાં આપ્યો હતો જેનું નામ હતું કૃષ્ણા. આ ગીર બળદ કૃષ્ણાનું બ્રાઝિલમાં બ્રિડિંગ કરવામાં આવ્યું અને તેનાજે વંશજો આવ્યા તેમણે બ્રાઝિલમાં દૂધ ઉત્પાદનમાં ખૂબ વધારો કર્યો

બ્રાઝિલમાં ગુજરાત કરતા વધારે ગાયો

બ્રાઝિલમાં ગુજરાતની ગીર ગાયોનું સંવર્ધન એટલું સારું રહ્યું કે હાલ બ્રાઝિલમાં ગુજરાતનાં ગીર કરતા પણ વધુ ગીર ગયો જોવા મળે છે. સેલ્સો ગ્રાસિયાના પૌત્ર જે બ્રાઝિલમાં હયાત છે એ જણાવે છે કે બ્રાઝિલમાં 80 ટકા દૂધ  ઉત્પાદન કૃષ્ણા ના વંશજ ગીર ગાયો થીજ થાય છે. 1961માં કૃષ્ણા બળદ નું અવસાન થયું પણ તેના બ્રાઝિલિયન માલિક તેને એટલો પ્રેમ કરતા હતા કે તેમણે તેના અવસાન બાદ તેના મૃત શરીરને હજી પણ મ્યુઝિયમમાં સાચવીને રાખ્યું છે.

એક ગિર ગાયની કિંમત ૯ કરોડ

બ્રાઝિલમાં ગીર ગાયોને વાતાવરણ સાથે સુમેળ કરવામાં વધારે તકલીફના પડી એનું મુખ્ય કારણ એ પણ છે કે ગીર ગાયને ઠંડુ વાતાવરણ વધારે માફક આવે છે અને એટલા માટેજ બ્રાઝિલમાં ગીર ગાયો ખુબજ સારી રીતે ત્યાંનાં દૂધ બજારમાં તેમનો ફાળો આપી રહી છે. એક ગિર ગાયની કિંમત 9 કરોડ સુધીની હોય છે. ભાવનગરના રાજાના આ યોગદાનને માન આપતા બ્રાઝિલ સરકારે તેમના નાણા અને સ્ટેમ્પ પર ગીર ગાયોની છબી છપાવી છે


  • Follow us on: