• આ ઉંમરે ચહેરાને સાફ કરીને મોઈશ્ચરાઈઝર લગાવવું
  • ઘરે બનાવેલા ઉબટનનો ઉપયોગ કરી ફેસ સાફ કરવો
  • ડાયટની સાથે સાથે સ્કીન કેયરમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરો

ટીનએજ એક એવી ઉંમર હોય છે જેનાથી સ્કીન ઘણી ખરાબ થઈ જાય છે. આ ઉંમરે સ્કીનનું ધ્યાન રાખવું જરૂરી બને છે. ટીનએજ ગર્લ્સમાં હોર્મોન્સમાં અનેક ફેરફાર આવે છે અને તેની અસર ચહેરા પર પડે છે. જો તમે પણ આ સમયે સ્કીનનું ધ્યાન રાખવા ઈચ્છો છો તો તમે કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખી શકો છો.

ચહેરાને હંમેશા સાફ રાખો

ટીનએજમાં હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણે પણ પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને વ્હાઈટ હેડ્સની સમસ્યા રહે છે. એવામાં તમે સ્કીનને સાફ રાખો તે જરૂરી છે. આમ કરવાથી ફેસની ગંદગી સાફ થશે અને ચહેરા પર ડાઘ પડશે નહીં.

મોઈશ્ચરાઈઝર

ચહેરાને સાફ કર્યા બાદ તરત જ મોઈશ્ચરાઈઝર લગાવો. તમારી સ્કીન ઓઈલી છે તો આ ચીજોનો ઉપયોગ ન કરો. તેનાથી તમારી સુંદરતા ખરાબ થશે. સામાન્ય સ્કીન માટે તમે આ ઉપાય કરી શકો છો.

સનસ્ક્રીન

જ્યારે પણ તમે બહાર જાઓ તો પહેલા ફેસ સાફ કરો અને તેની પર સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. આના ઉપયોગથી તમે સૂર્યના હાનિકારક કિરણોથી ફેસને થતા નુકસાનને અટકાવી શકો છો.

ઉબટન

ચહેરા પર તમે ઘરે બનાવેલા કોઈ પણ ઉબટનને લગાવી શકો છો. તેનાથી ચહેરાની ગંદગી સાફ થાય છે અને રંગ પણ નિખરે છે. આ માટે તમે મુલ્તાની માટી, અલોવેરા, કોફી, રોઝ વોટર, ચણાનો લોટ, દહીં જેવી કોઈ પણ વસ્તુઓની મદદથી ખાસ ઉબટન તૈયાર કરી શકો છો.

શાકભાજીનો ઉપયોગ

જો તમે તમારું ડાયટ પણ સારું રાખો છો અને તેમાં શાકનું સેવન વધારો છો તો તમારી સ્કીન ગ્લો કરવા લાગશે. તમે લીલા શાક જેટલા વધારે ખાશો તેટલી જ તમારી સ્કીનને અને આંખોને ફાયદો થશે.


  • Follow us on: