• ઘરેલૂ વસ્તુઓથી બની જશે ઉકાળો
  • ગરમ મસાલા ખાંસી અને કફને કરશે દૂર
  • ઝડપથી ઘરે બનતો ઉકાળો હેલ્થ માટે લાભદાયી

વરસાદની સીઝનમાં શરદી અને ખાંસીની તકલીફ ઘણી સામાન્ય હોય છે. જો સીઝનની સાથે સાથે તમે તમારા ખોરાકમાં પણ ફેરફાર લાવો છો તો તમે હેલ્ધી રહી શકો છો. ગરમ મસાલા તમારા શરીરને રક્ષણ આપે છે અને સાથે તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો હવે દવા નહીં પણ આ ઉકાળાની લો મદદ. તેનાથી તમારી હેલ્થ પણ સારી રહેશે. તો જાણો બનાવવાની રીત.

ઔષધીય ઉકાળો

સામગ્રી

- 10 નંગ તુલસીના પાન

- 10 નંગ કાળા મરી

- 1 કટકો આદુ

- 2 લવિંગ

- નાનો ટુકડો તજ

- ચપટી સૂંઠ

- મીઠું સ્વાદ અનુસાર

- ખાંડ કે મધ સ્વાદ અનુસાર

બનાવવાની રીત

સૌ પહેલા તો એક તપલીમાં એક કપ પાણી લો. હવે તેમાં તુલસીના પાનને ધોઈને ઉમેરો. આ પછી તેમાં કાળા મરીને વાટીને ઉમેરો. આ પછી લવિંગ, તજ, સૂંઠ, આદુ બધુ વાટીને ઉમેરો, આ તમામ ચીજોને બરોબર ઉકળવા દો. પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો. આ પછી તેમાં મીઠું, ખાંડ કે મધ ઉમેરો. ગરમાગરમ ઉકાળો શરદી અને ખાંસીથી રાહત મેળવવામાં કરશે મદદ. 

  • Follow us on: