• મેથીની મદદથી બનાવો ટેસ્ટી દાળ
  • રોજિંદી દાળને મળશે નવો ટેસ્ટ
  • વિવિધ દાળ અને મસાલાથી ચોમાસામાં હેલ્થ રહેશે સારી

સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવતી હોય છે. તેનો સ્વાદ કડવો હોય છે એટલે અનેક લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ તેને બીજી વસ્તુઓ સાથે મિક્સ કરીને બનાવાય તો તે એટલી કડવી નથી લાગતી. તેમાં ન્યૂટ્રીશન વેલ્યુ ખૂબ વધારે હોય છે. તેમાંથી મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, મીનરલ્સ મળી રહેતા હોય છે. આથી જો ઘરમાં કોઈ વ્યક્તિને મેથીનું શાક ખાવું ન ગમતું હોય તો તમે આ દાળ ટ્રાય કરી શકો છો. તો કરો ફટાફટ હેલ્ધી ડિશની તૈયારી.

મેથી દાળ

સામગ્રી

-1/4 કપ તુવેર દાળ

-2 ટેબલ સ્પૂન મગ દાળ

-2 ટેબલ સ્પૂન મસુર દાળ

-1 3/4 કપ પાણી

-3 ટી સ્પૂન તેલ

-1 ટી સ્પૂન જીરૂં

-1 ટી સ્પૂન આદું પેસ્ટ

-1/2 ટી સ્પૂન લસણ પેસ્ટ

-3 મરચાં સમારેલાં

-1/2 કપ ઝીણી સમારેલી ડુંગણી

-1 કપ મેથી ધોઈને ઝીણી સમારેલી

-1/2 કપ ઝીણાં સમારેલાં ટામેટા

-1/4 ટી સ્પૂન હળદર પાઉડર

-1/2 ટી સ્પૂન મરચું પાઉડર

-1 ટી સ્પૂન લીંબુનો રસ

-મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

બધી દાળને ધોઈને બરાબર સાફ કરી વો. હવે 1 કપ પાણી સાથે કુકરમાં બાફી લો. ત્રણેક સીટી વગાડો. કુકરમાંથી હવા નીકળ્યા બાદ તેનું ઢાંકણ ખોલી નાખો. જ્યાં સુધી દાળ બફાઈ રહી છે ત્યાં સુધી વઘાર માટેની સામગ્રી તૈયાર કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં કકડે એટલે તેમાં આદું-લસણની પેસ્ટ અને લીલાં મરચાં નાંખો. તેને અડધી એક મિનિટ સુધી સાંતળો. પછી તેમાં ડુંગળી નાંખો. ડુંગળી સહેજ આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટાં અને મેથી ઉમેરો. બરાબર હલાવીને ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. ટામેટાં થોડા ચઢી જાય એટલે તેમાં બાફેલી દાળ, હળદર, લાલ મરચું અને મીઠું નાંખી ફરીથી બરાબર હલાવો. લગભગ પોણો કપ પાણી નાખી બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ તેને લગભગ પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દેવી. છેલ્લે તેમાં લીંબુનો રસ નાંખી બરાબર હલાવીને ગેસ બંધ કરી દેવો. તૈયાર છે મેથી દાળ.

આ દાળ તમે પરાઠા અને ભાતની સાથે પીરસી શકો છો. તેનો ટેસ્ટ વરસાદની સીઝનમાં તમને ખાસ મજા આપે છે. ડિનરમાં આ ડિશ અલગ પણ લાગશે અને હેલ્થ માટે સારી રહેશે. 

  • Follow us on: