• બટાકા અને પૌંઆની આ વાનગી વધારશે ટેસ્ટ
  • બટાકા અને પૌંઆની મદદથી ફટાફટ બનશે પેટિસ
  • પેટિસને ચટણી અને સોસની સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકાશે

ગૃહિણીઓને દરરોજ આજે રસોઈમાં શું બનાવશું તેને લઈને ચિંતા રહે છે. અઠવાડિયામાં એકવાર તો રસોઈમાં ચેન્જ જોઈએ જ નહી તો બાળકો અને પતિની પણ બુમો પડે કે શું આ રોજ એકનુ એક જ ભોજન મળે છે. તો ચાલો આજે આખા ભારતમાં ખૂબ વખણાતી વિવિધ પ્રકારની ટેસ્ટફુલ પેટીસ બનાવીએ

પૌઆ-બટાકાની પેટિસ

સામગ્રી

-1 કપ પૌંઆ

-3 નંગ બાફેલા બટાકા

-4 લીલાં મરચાં

-1 ટી.સ્પૂન લાલ મરચું

-½ કપ શેકેલા સીંગદાણાનો ભૂકો

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે

રીત

પૌઆને એક ચારણીમાં લઈ ચાળો. જેથી તે સાફ થઈ જશે. પછી ચારણીમાં પાણી નાંખીને તેને ધોઈ લો. હવે તેને કાણાવાળા વાસણમાં નિતારવા મૂકવા. ત્યાર બાદ એક બાઉલમાં બટાકાનો માવો કરો. હવે તેમાં લીલાં મરચાં સુધારીને ઉમેરો. આ સિવાય અન્ય મસાલા જેવા કે, મીઠું, હળદર, લાલ મરચું, શેકેલા સીંગદાણાનો ભૂકો મિક્સ કરો. આ પછી પૌઆ નાખીને મિક્સ કરો. બધી જ સામગ્રીને હલાવીને બરાબર મિક્સ કરો. પછી માવામાંથી ગોળ પેટિસ કે કટલેટ બનાવી લેવી. પૌઆની ટીકીઓ તૈયાર થાય એટલે નોન સ્ટિક પેનને ગરમ કરો. તેમાં તેલ મૂકી બધી જ ટીકીઓને બંને તરફ ગોલ્ડન રંગની શેકો. બધી જ પેટિસ શેકાઈ જાય પછી તેને એક પેપર પર મૂકી દેવી એટલે વધારાનું તેલ શોષાઈ જાય. પેટિસને તમે લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો.

પેટિસને શેકીને ઉપયોગમાં લેવાતી હોવાથી તે કોઈપણ સમયે હેલ્થ માટે પણ સારી રહે છે. સાથે તેને ગરમાગરમ પીરસાતી હોવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે. તો ફટાફટ કરી લો તૈયારી. 

  • Follow us on: