• બાળકો અને મોટાંઓને પણ વ્રતમાં ગમે છે વેફર્સ
  • બટાકા હોય કે કેળા ઘરે સરળતાથી બનશે વેફર્સ
  • ફટાફટ તૈયાર થશે ક્રિસ્પી થશે વેફર્સ

બાળકોને ચિપ્સ ઘણી પસંદ હોય છે. તેઓ તેને ગમે તે સમયે ખાઈ લેતા હોય છે. તેને બહારથી લાવવાના બદલે તેમે તેને ઘરે તૈયાર કરી શકો છો. જો તમે મોટા બટાકા લાવશો તો ફટાફટ વેફર્સ તૈયાર થઈ જશે. તમે તેની પાતળી ચિપ્સ તૈયાર કરી લો. આ પછી તેને પાણીમાં નાંખીને એકવાર ધોઈ લો અને તેલ ગરમ કરો. હવે તમારું કામ સરળ થઈ જશે. તમે ઈચ્છો તો મોળી વેફર્સ પણ વ્રત માટે તૈયાર કરી શકો છો.

બટાકાની વેફર્સ

સામગ્રી

  • 500 ગ્રામ મોટા નવા બટાકા
  • તળવા માટે તેલ
  • પાણી જરૂરિયાત અનુસાર
  • મીઠું, સંચળ, ચાટ મસાલો જરૂર પ્રમાણે

બનાવવાની રીત

સૌથી પહેલા બટાકાને સારી રીતે ધોઈને છોલી લો. જો તમારા બટાકામાં થોડી માટી હશે તો ચિપ્સ કે વેફર્સ ખરાબ થઈ જશે. હવે કટરની મદદથી વેફર્સ તૈયાર કરો અને તેને ઠંડા પાણીમાં પલાળી લો. પાણીનું તાપમાન સામાન્ય હોય તે ધ્યાન રાખો. ચિપ્સની થિકનેસ વેફર્સ જેવી જ રાખો. પાણીમાં 2-3 વાર ધોવાથી તેનો સ્ટાર્ચ નીકળી જશે. હવે તેને 2 મિનિટ માટે ઉકળતા પઆમીમાં રાખો. આમ કરવાથી તમે ચિપ્સ સુકવશો ત્યારે લાલ નહીં થાય. ચિપ્સને સુકવવા માટે તેને એક ચોખ્ખા કોટન કપડા પર પાથરો જેથી તેનું એક્સ્ટ્રા મોઈશ્ચર નીતળી જાય. હવે તેને પંખામાં કે તડકામાં સૂકવી લો. જ્યારે જરૂર પડે ત્યારે તેલ ગરમ કરો અને તેને તળો. તમે તેને વ્રત અનુસાર યૂઝ કરી શકો છો. મોળાકત વ્રત હોય તો સીધી તળીને યૂઝ કરો. અન્ય કોઈ વ્રતમાં તમે તેની પર મસાલા અને મીઠું પણ ઉમેરી શકો છો. તો આ રીતે ફટાફટ ઘરે તૈયાર થશે માર્કેટ જેવી ક્રન્ચી વેફર્સ. 

  • Follow us on: