- ધ રેનડિયર આઈ લૂક બનશે પરફેક્ટ
- ચમકીલી કેન્ડી કેન લૂકથી દેખાશો અલગ
- રેડ લિપસ્ટિક, લિક્વિડ ફાઉન્ડેશનનો કરો ઉપયોગ
જો તમે પણ કોઈ ક્રિસમસ પાર્ટીમાં સામેલ થવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે ખાસ મેકઅપ ટિપ્સની મદદ લઈને ફટાફટ મસ્ત લૂક મેળવી શકો છો. આ લૂકના કારણે સૌ કોઈની નજર તમારા પર ટકી રહેશે. તો જાણો કઈ ટિપ્સ કરશે તમારી મદદ.
ધ રેનિયર આઈ લૂક
ક્રિસમસ પર કેરી કરાયેલો આ આઈ લૂક ફક્ત દેખાવમાં સારો લાગે છે એવું નથી, તે મસ્તી અને ફોટો માટે પણ તમારી મદદ કરી શકે છે.
ચમકીલી કેન્ડી કેન લૂકથી દેખાશો અલગ
તમે તમારી આંખ પર ચમકીલો કેન્ડી કેન લૂક ટ્રાય કતરી શકો છો. તમે ઈચ્છો તો સિંપલ આઈ લાઈનરની સાથે સેન્ટા સ્ટીકર ટ્રાય કરી શકશો.
રેડ લિપસ્ટિક
ક્રિસમસ પાર્ટી માટે તમે મેકઅપમાં રેડ કલરનો યૂઝ કરોય આ માટે તમે ચીક્સને રેડ બ્લશરથી હાઈલાઈટ કરવાની સાથે લિપ્સ પર રેડ ગ્લોસ ટ્રાય કરી શકશો.
નેલ્સ
જો તમે આ દિવસે કંઈ અલગ કરવા ઈચ્છો છો તો તમે નેલ આર્ટની મદદ લઈ શકો છો. તમે નેલ આર્ટમાં ક્રિસમસ થીમ અપનાવી શકો છો. તે ક્યૂટ લાગશે.
લિક્વિડ ફાઉન્ડેશન
ક્રિસમસ પાર્ટી માટે તૈયાર થતી સમયે તમે સિલિકોન લિક્વિડ ફાઉન્ડેશનને ટ્રાય કરી શકો છો. તેનાથી તમારો મેકઅપ ફેલાશે નહીં અને સારો લૂક મળશે.