• રાતના સમયે દહીંનું સેવન ટાળો
  • રાતે દહીંનું સેવન વધારશે કફની સમસ્યા
  • વસંત, પાનખર અને શિયાળામાં દહીંનું સેવન કરશે નુકસાન

દહીંને નાસ્તામાં સામેલ કરવાથી તમને આખો દિવસ તાકાત મળી રહી છે. તેનું પ્રોટીન લોહીની શર્કરાના સ્તરને નિયંત્રિત કરીને ગળ્યું ખાવાની ઈચ્છાને ઘટાડે છે. તેના વધારાના દહીંના પ્રોબાયોટિક્સ પાચનમાં સુધારો કરે છે. આ સાથે સોજા અને કબજિયાતના લક્ષણોને ઘટાડી શકે છે. અનેક લોકોને ભોજનમાં દહીં ખાવાની આદત છે પણ દહીં ખાવાની સાથે તમે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે. તેનાથી તમે તેના વિપરિત પરિણામોથી બચી શકશો અને ફાયદા મેળવી શકશો.

રાતના સમયે દહીંનું સેવન ટાળો

રાતના સમયે દહીં ખાવાથી શરીરમાં સુસ્તી વધી શકે છે. તે કફનું કારણ પણ બને છે. આયુર્વેદના અનુસાર દહીંના મીઠાશના ગુણ કફને વધારવામાં મદદ કરશે. તેનાથી શ્વાસ સંબંધી બીમારીઓ, નાકની નળીમાં જામ થવો, ગઠિયા વધવી અને સોજાની સમસ્યા રહે છે.

એકલું દહીં ન ખાઓ

દહીંને હંમેશા મધ, ગોળ, ખાંડ, મરીનો પાવડર, જીરા પાવડર મિક્સ કરીને ઉપયોગમાં લેવું. તે દહીંની તાસીર સુધારે છે અને કફની અસરને ઘટાડવામાં મદદ કરે છે.

ક્યારે ન ખાવું દહીં

અનેક લોકો રોજ પોતાના ભોજનમાં દહીં ખાવાનું પસંદ કરે છે પણ વર્ષના કેટલાક મહિના એવા છે જ્યારે તમારે દહીં ખાવાનું ટાળવું જોઈએ. કેમકે આ સમગ્ર સ્વાસ્થ્ય અને પાચનને નુકસાન કરી શકે છે. આયુર્વેદના અનુસાર વસંત, પાનખર, શિયાળાની સીઝનમાં દહીં ખાવાનું ટાળવું. તેનાથી કફની સમસ્યામાં અને શરદીમાં રાહત મળશે. 

  • Follow us on: