રસોઈ કરતી વખતે, વાસણો ઘણીવાર કાળા થઈ જાય છે, બળી જાય છે અથવા ચીકણા થઈ જાય છે. તેમને સાફ કરવાના ઉપાયો ખૂબ સારા છે. ઘરમાં મળતો ખાવાનો સોડા વાસણોને ચમકદાર બનાવે છે. સૌપ્રથમ વાસણને ગરમ પાણીથી ધોઈ લો, પછી ઉપર ખાવાનો સોડા છાંટવો. પછી 5-6 મિનિટ પછી તેને ઘસો. વાસણો સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે અને ચમકી ઉઠશે.
સિરામિકના વાસણો, કાચના વાસણો અને પ્લાસ્ટિકના વાસણો સાફ કરવા કરો બસ આટલુ
સિરામિકના વાસણો, કાચના વાસણો અને પ્લાસ્ટિકના વાસણો સાફ કરવા માટે વડીલો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઉપાય તમે અજમાવી શકો છો. વાસણોને લિક્વિડ ક્લોરિનથી સાફ કરવા માટે, પહેલા વાસણોને પાણીમાં 10 મિનિટ સુધી ઉકળવા દો. તે પછી તેમના પર લિક્વિડ ક્લોરિન નાખીને સાફ કરો. આનાથી વાસણ વધુ ચમકદાર દેખાશે.
કાળા પડેલ વાસણો પર વિનેગર રેડીને બ્રશથી ઘસવાથી વાસણો ચમકદાર બને છે
પિત્તળના વાસણ વિનેગરથી ચમકવા લાગે છે. ડુંગળીના રસને વિનેગરમાં મિક્સ કરીને ડાગવાળા વાસણો પર વાપરો. કાળા પડેલ વાસણો પર વિનેગર રેડીને બ્રશથી ઘસવાથી વાસણો ચમકદાર બને છે. જો તમારા ઘરમાં રાખવામાં આવેલા પ્લાસ્ટિકના ડબ્બા અથવા અન્ય વાસણો પરથી ગંદકી દૂર થતી નથી, તો તમે તેને સાફ કરવા માટે કોફીનો ઉપયોગ કરી શકો છો. વડીલોની આ રેસીપી વાસણો સાફ કરવામાં ખૂબ જ અસરકારક છે. કોફી પોટને સાફ કરવા માટે, તેમાં મીઠું અને બરફ ઉમેરો અને પછી સાફ કરો કોફીનું રફ ટેક્સચર વાસણો સાફ કરવામાં ઘણું મદદ કરે છે.
પિત્તળ, સ્ટીલ અને તાંબાના વાસણો સાફ કરવા માટે તમે રાખમાં થોડો પાવડર ભેળવીને તેનાથી વાસણ સાફ કરો
ઘરમાં રાખવામાં આવેલા પિત્તળ, સ્ટીલ અને તાંબાના વાસણો સાફ કરવા માટે તમે રાખમાં થોડો પાવડર ભેળવીને તેનાથી વાસણ સાફ કરશો તો ચમકી ઉઠશે. આ તમામ હેક્સ લાઇફમાં ખુબ કામ આવે છે. તહેવારોમાં મહેમાનને આવકારવા તેમજ તેમનું સ્વાગત કરવા આ તમામ વસ્તુઓ જાણીલો. જે તમને ખુબ કામ આવશે. હાલ દરેક ઘરમાં દિવાળીના તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ ઉપાય તમને ખુબ કામ આવશે.