• તરબૂચમાં કેલેરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદ કરશે
  • તરબૂચ 3-4 દિવસ સુધી ઠંડકમાં સારું રહે છે
  • આ પછી તેનું સેવન શરીરને નુકસાન કરે છે

ગરમીની સીઝન આવી ચૂકી છે અને સાથે જ માર્કેટમાં તરબૂચ પણ ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે. લોકો આ સીઝનની આખું વર્ષ રાહ જુએ છે. ગરમીમાં રસથી ભરપૂર મીઠા અને લાલ ચટાકેદાર તરબૂચ ખાવાનું મન સૌ કોઈને થાય છે. આ સાથે જ તેમાં અનેક પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે.

તરબૂચમાં 90 ટકા પાણી હોય છે

ઉલ્લેખનીય છે કે તરબૂચમાં 90 ટકા પામી હોય છે. તે શરીરમાં પાણીની ખામીને પૂરી કરે છે. તેમાં કેલેરી ઓછી હોય છે અને આ કારણે તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય તેના સેવનથી બ્લડ પ્રેશર, હાડકાં, દાંતની સમસ્યા, આંખોની સમસ્યા, મસલ્સ રીકવરી અને કેન્સર જેવી બીમારીમાં રાહત મળે છે. તેમાંના પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે.


સુધારેલું તરબૂચ ખાવું કે નહીં અને કેટલા સમયમાં ખાવું

મળી રહેલી માહિતિ અનુસાર તરબૂચનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે પણ અનેક લોકો આખું તરબૂચ એક સાથે યૂઝ કરી શકતા નથી અને તેને રાખી દે છે. તેને થોડા દિવસો પછી ઉપયોગમાં લે છે. તો તમને જણાવી દઈએ કે સુધારેલા તરબૂચને કેટલા સમયમાં ખાઈ લેવું જોઈએ. તેમાં પાણી વધારે હોવાથી તેને ખાવાની ડેટ નક્કી કરવી મુશ્કેલ છે પણ જો તમે તેને કાપી લો છો તો તેને તરત જ ખાઈ લો તે જરૂરી છે. આ સિવાય તમે બચેલા તરબૂચને એકવારમાં ખાઈ શકતા નથી તો તમે તેને કોઈ ઠંડી જગ્યાએ રાખી દો. આમ કરવાથી તે 3-4 દિવસ સુધી સારું રહે છે અને તેનો સ્વાદ અને ગુણવત્તા એવી જ રહે છે. આ પછી તેનું સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. ધ્યાન રાખો કે ઠંડી જગ્યાએ રાખેલું તરબૂચ પણ 3-4 દિવસ બાદ નુકસાનદાયી બને છે. તો તેનું સેવન ન કરો તે ઈચ્છનીય છે.  


Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં

  • Follow us on: