• લીંબુ સ્કીનના કોલેજન લેવલને વધારવામાં કરશે મદદ
  • લીંબુ વિટામીન સીનો સારો સોર્સ છે જે હેલ્ધી સ્કીન માટે જરૂરી
  • ડાર્ક સ્પોર્ટસ માટે ચહેરાને મોઈશ્ચરાઈઝ કર્યા બાદ લગાવો લીંબુનો રસ

તમામ સાઈટ્રિસ ફૂડની જેમ લીંબુ પણ વિટામિન સીનો સારો સોર્સ હોય છે. તેનો ઉપયોગ કરવાથી સ્કીન અને વાળ હેલ્ધી રહે છે. લીંબુ એન્ટીઓક્સીડન્ટ પ્રોપર્ટીથી ભરપૂર હોય છે અને તેનો ઉપયોગ હેલ્ધી રહેવાની સાથે સાથે અનેક સ્કીન પ્રોબ્લેમ્સમાં પણ કરાય છે. ચહેરાના પિંપલ્સને હટાવવા માટે લીંબુનો રસ કારગર માનવામાં આવે છે કેમકે લીંબુમાં એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય છે જે બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે. મળતી માહિતી અનુસાર રોજ લીંબુનો રસ ઉપયોગમાં લેવાથી સીબમ પ્રોડક્શન ઘટે છે. તેના કારણે ફેસ પર ખીલની સમસ્યાથી રાહત મળે છે. લીંબુનો ઉપયોગ ચહેરાની રેડનેસ અને ઈન્ફલેમેશનને ઘટાડવા માટે કરાય છે. તો જાણો સરળ રીતે ઉપયોગ કઈ રીતે કરી શકાશે.

ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે કરો આ ઉપાયો

પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોર્ટ્સ માટે લીંબુનું ટોનર

સ્કીનના જૂના ડાર્ક સ્પોર્ટ્સ અને પિગમેન્ટેશનથી છૂટકારો મેળવવા માટે સૌથી પહેલા સ્કીન પર કોઈ પણ લાઈટ મોઈશ્ચરાઈઝર એપ્લાય કરો. લેમન ટોનર માટે લીંબુનો રસ લઈને તેમાં બરાબર પ્રમાણમાં પાણી મિક્સ કરો અને કોટનની મદદથી ચહેરા પર હળવા હાથે લગાવો.

લીંબુનો ફેસ માસ્ક

લીંબુને ફેસ માસ્કની જેમ લગાવવા માટે તમારે કંઈ વધારે કરવાની જરૂર નથી. ફેસ માસ્કને એપ્લાય કરવા માટે માઈલ્ડ ફેસ વોશથી ચહેરો સાફ કરીને સીધો લીંબુનો રસ લગાવો. અન્ય કોઈ પણ ફેસ માસ્કમાં પણ લીંબુનો રસ મિક્સ કરીને લગાવી શકાય છે.

પિંપલ્સ માટે આ રીતે કરો લીંબુના રસનો ઉપયોગ

મોટાભાગે લોકો પિંપલ્સ વાળી સ્કીન પર કંઈ પણ યૂઝ કરવાથી ખચકાય છે. પરંતુ પિંપલ્સ માટે લીંબુનો ઉપયોગ સુરક્ષિત હોય છે. તે નેચરલ એડિટ કરવા માટે એક સ્પ્રે બોટલમાં લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને લિક્વિડ તૈયાર કરો. તમે લીંબુને સીધું પણ ચહેરા પર ઘસી શકો છો. પિંપલ્સ વાળી સ્કીન પર લીંબુનો રસ 10 મિનિટ રહેવા દો. પછી ઠંડા પાણીથી ફેસ વોશ કરી લો. પિંપલ્સ અને પિગમેન્ટેશનથી બચવા માટે લીંબુનો ઉપયોગ રોજ કરો.  

  • Follow us on: