• શિયાળામાં નહીં થાય સ્કીન ડલ
  • મધ, બૂરું ખાંડ અને લીંબુનો રસ કરશે તમારી મદદ
  • સ્કીનને મળશે પરફેક્ટ નિખાર

ચહેરાની ચમક વધારવા માટે ફેશિયલ, ફેસ પેકની સાથે સાથે સ્ક્રબિંગ કરવાનું પણ જરૂરી છે. તેનાથી ચહેરાની નહીં પણ સ્કીનના ડેડ સેલ્સને પણ સરળતાથી દૂર કરી શકાય છે. આમ કરવાથી સ્કીનને ન્યૂટ્રિશન પણ મળે છે. તે વધારે હેલ્ધી અને ચમકદાર બને છે. આ સાથે તેની કોમળતા પણ જળવાઈ રહે છે. જો તમારી સ્કીન વધારે સેન્સેટિવ છે તો તમે બજારના ફેસ સ્ક્રબનો ઉપયોગ ટાળો તે જરૂરી છે. તમે ઘરે જ રસોઈની ચીજોની મદદથી તમારી સ્કીનની કેર સરળતાથી કરી શકો છો. જે સુરક્ષિત અને સસ્તો ઉપાય છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થશે નહીં. તો જાણો કેવી રીતે કઈ વસ્તુની મદદથી ઘરે બનાવશો ફેસ સ્ક્રબ.

મધ સ્કીનને માટે એન્ટીએજિંગનું કામ કરે છે.તેનાથી સ્કીનની કરચલીઓ દૂર થાય છે. તે સ્કીનને ટાઈટ કરે છે અને સાથે જ તમારી ઉંમરમાં પણ ઘટાડો કરે છે. તો જાણો કઈ રીતે મધ, બૂરુ ખાંડ અને લીંબુથી ઘરે સ્ક્રબ બનાવશો.

સામગ્રી

  • 1 ચમચી મધ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 1/2 ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત

સૌ પહેલા એક ચમચી ખાંડને બારીક પીસી લો અને તેમા મધ અને લીંબુનો રસ મિક્સ કરો. આમ કરવાથી તમે તેની એક થિક પેસ્ટ તૈયાર કરશો.

જાણો ઉપયોગની રીત

તમારી પાસે જે ઘરેલૂ ફેસ સ્ક્રબ તૈયાર થયો છે તેને તમે આંગળીની મદદથી ચહેરા પર લગાવો અને પછી હળવા હાથે 2-3 મિનિટ સુધી મસાજ કરો અને પછી નોર્મલ પાણીથી ચહેરો ધોઈ લો. તમને ફરક દેખાશે. 

  • Follow us on: