• ઓટ્સમાં ફાઈબર, વિટામીન બી અને મિનરલ્સ હોય છે
  • હાર્ટની બીમારીઓમાં રહે છે લાભદાયી
  • અપચાની સમસ્યા ઘટાડશે અને ફાઈબર ભૂખ ઓછી લગાડે

આપણામાંના મોટાભાગના લોકો દરરોજ ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે એ જાણો છો તે તેના સિવાય પણ તમારી પાસે એક હેલ્ધી વિકલ્પ છે. હા, તમે રોજની ઘઉંની રોટલીને ચેન્જ આપી શકો છો અને ઓટ્સના લોટની રોટલી બનાવી શકો છો. કહેવાય છે કે આ લોટની રોટલી સ્વાસ્થ્યને માટે સારી માનવામાં આવે છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને તેમાં ઘણાં પોષક તત્વો હોય છે. ઓટ્સને અન્ય અનાજ કરતાં આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ શું તમે તેના લોટથી રોટલી બનાવી છે? એકવાર તમે ભોજનમાં આ રોટલી બનાવી લો અને થોડા દિવસે તેનું સેવન કરો કે અઠવાડિયામાં 2-3 વાર તેને ભોજનમાં સામેલ કરશો તો તમને અનેક ફાયદા થશે. તો જાણો આ લોટની રોટલી કઈ રીતે શરીર માટે લાભદાયી રહે છે.

1. ડાયાબિટીસમાં મદદરૂપ

ઓટ્સના લોટમાં ફાઈબર, વિટામીન બી અને મિનરલ્સ મળી આવે છે જે તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડી શકે છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેમના માટે ઓટ લોટની ચપાટી બ્લડ સુગર લેવલને જાળવવામાં મદદ કરી શકે છે.

2. હાર્ટની બીમારીઓથી બચાવશે

જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓને પણ હૃદય રોગનો ખતરો રહે છે. જો તમે તમારા નિયમિત આહારમાં ઓટના લોટની ચપાતી ખાઓ છો, તો જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

3. પાચનમાં મદદરૂપ

તમારું સ્વાસ્થ્ય ત્યારે જ સારું રહી શકે છે જ્યારે તમારા પાચનતંત્રમાં કોઈ સમસ્યા ન હોય. આવી સ્થિતિમાં, ઓટ્સના લોટમાંથી બનેલી રોટલી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે કારણ કે તે અપચોની સમસ્યાને ઓછી કરી શકે છે અને ફાઈબરને કારણે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું અનુભવી શકે છે.

  • Follow us on: