- દૂધીની મદદથી બનશે એકદમ પોચો હાંડવો
- હાંડવાને કેચપ કે ચટણીની સાથે સર્વ કરવાથી મળશે બેસ્ટ ટેસ્ટ
- ઠંડી તાસીરની દૂધી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી
દૂધી એક એવું શાક છે જે દરેક ઋતુમાં મળતું હોય છે. હાલમાં પણ તમને સરળતાથી દૂધી મળી જશે. આથી જો તને લીલું શાક ખાઈ-ખાઈને કંટાળ્યા હોવ તો તમે હવે દૂધીની મદદથી સૌને ભાવે તેવો પૌષ્ટિક હાંડવો તૈયાર કરો. તે સ્વાદમાં ટેસ્ટી રહે છે અને સાથે તેમાં દાળ-ચોખા પણ સામેલ થઈ જતા હોવાથી તે હેલ્થ માટે પણ સારો રહે છે. હાંડવો નામથી એમ થાય કે તેને બનાવવામાં વધુ મહેનત લાગશે પણ એવું નથી. તે જલ્દી તૈયાર થઈ જાય છે અને ખાવાની મજા આવે છે. તમે તેને કેચપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો. દૂધી એક એવુ શાક છે જે દરેક સિઝનમાં મળે છે. દૂધીની તાસિર ઠંડી છે. આથી ઉનાળાની સિઝનમાં દૂધીનું સેવન વધારે કરવું શરીર સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી હોય છે. આ સિવાય પણ તમે તેનું સેવન કોઈ પણ સમયે કરી શકો છો. તો બનાવો મસ્ત ગરમાગરમ ટેસ્ટી હાંડવો.
દૂધીનો હાંડવો













