- 2021માં કેન્સર દર્દીની સંખ્યામાં વિશ્વમાં ભારત 139મા નંબરે રહ્યું
- દુનિયામાં લંગ કેન્સરના કારણે મૃત્યુ પામનારની સંખ્યા સૌથી વધારે
- સૌથી ખતરનાક કેન્સર લ્યૂકેમિયાને માનવામાં આવે છે
કેન્સરનું નામ આવતા જ એક એવી બીમારીનું ચિત્ર મગજમાં આવે છે કે જે જીવલેણ હોય અને તેની સારવાર અશક્ય હોય. જો યોગ્ય સમયે તપાસ શરૂ નહીં કરાય તો સમસ્યા થઈ શકે છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્સરના 100થી વધુ પ્રકાર છે. આ બીમારી માટે કોઈ ઉંમર નક્કી નથી. કેન્સરના અનેક કારણોમાં સ્થૂળતા, ધૂમ્રપાન, બેદરકારી પણ કારણ છે. ઉંમર પણ કેન્સરની પાછળનું એક કારણ બન્યું છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં કેન્સરના રોગીઓની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં 2020 માં લગભગ 1,392,179 લોકોને કેન્સર હતું અને આ સંખ્યા 2025માં વધવાની આશા છે.
શું છે આ વર્ષની કેન્સરની થીમ
2023ના વર્ષ માટે કેન્સરની થીમ 'ક્લોઝ ધ કેયર ગેપ' નક્કી કરવામાં આવી છે.
નાની ઉંમરના બાળકોને પણ શિકાર બનાવે છે કેન્સર
કેન્સર એક એવી બીમારી છે જે એક વિશેષ લિંગ કે ઉંમર સુધી સીમિત નથી. આ એક એવી બીમારી છે જે નાની ઉંમરના બાળકોને શિકાર બનાવે છે. આમ તો કેન્સર માટે કોઈ ઉંમર હોતી નથી પણ મેડિકલ સાયન્સના અનુસાર સ્તન કેન્સર 62 વર્ષની ઉંમરે, કોલોરેક્ટલ કેન્સર 67 વર્ષની ઉંમરમાં, ફેફસાનું કેન્સર 71 વર્ષની ઉંમરમાં, પ્રોસ્ટેટ કેન્સર 66 વર્ષની ઉંમરે, ગર્ભાશયનું કેન્સર 50 વર્ષની ઉંમરે અને અંડાશયનું કેન્સર 63 વર્ષની ઉંમરે થવાની શક્યતા વધુ રહે છે.
જાણો ભારત અને વિશ્વમાં કેન્સરનો નંબર
ભારતને કેન્સરની વેક્સીન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અને ડેટા ડિજિટલ ટેકનિકને એડવાન્સ કરવાનું જરૂરી છે. 2020માં રેંકિંગમાં ચીન અને અમેરિકાના બાદ ભારતને ત્રીજા સ્થાને રાખવામાં આવ્યું હતું. તો વિશ્વમાં તેને 136મું સ્થાન મળ્યું. તો 2021માં વિશ્વમાં ભારત 139મા નંબરે રહ્યું હતું.
લોકો કયા કેન્સરનો સૌથી વધુ શિકાર બને છે
દુનિયામાં લંગ કેન્સરના કારણે મૃત્યુ પામનારની સંખ્યા સૌથી વધારે છે. વર્ષ 2007માં લગભગ 88000 લોકોના મોત આ ભયંકર રોગના કારણે થયા હતા. લંગ કેન્સરના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં વધુ સમસ્યાનો સામનો કરવો પડતો.
દુનિયામાં સૌથી ખતરનાક કેન્સર કયું છે
હાલમાં સૌથી ખતરનાક કેન્સર લ્યૂકેમિયાને માનવામાં આવે છે.
મહિલા કેન્સરના 4 પ્રકાર કયા છે
સ્ત્રી રોગ સંબંધી કેન્સરના મુખ્ય 5 પ્રકાર છે. ગર્ભાશય ગ્રીવા, ડિમ્બગ્રંથિ, ગર્ભાશય, યોનિ અને વુલ્વર.
કેન્સરની ચેતવણીના 7 સંકેતને પણ જાણો
કેન્સરના સામાન્ય લક્ષણમાં સતત વજન ઘટવું, તાવ આવવો, ભૂખમાં ઘટાડો થવો, હાડકામાં દર્દ થવું, ખાંસી થવી કે મોઢામાં લોહી આવવું, કોઈ પણ વ્યક્તિને આ લક્ષણ દેખાય તો તેઓએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.