• મધ અને કોફીનો ઉપયોગ કરવાથી મળશે અસરદાર રીઝલ્ટ
  • દહીં સાથે મિક્સ કરીને પણ કરી શકશો ઉપયોગ
  • કોફી-લીંબુ મિક્સ કરવાથી દૂર થશે કાળાપણું

તડકામાં બહાર નીકળતા પહેલા તમે તમારા ચહેરાને કવર કરી લો તે જરૂરી છે જેથી તમે સન ટેનથી બચી શકો. પરંતુ એવા લોકો ઓછા હોય છે જે તડકાથી હાથ પગને બચાવવાનું વિચારતા હોય છે. તમે પણ આ વાત જાણતા જ હશો. જો તમે સતત તડકામાં બહાર ફરો છો તો તમારી સ્કીન ટેન થઈ જાય છે અને તે જોવામાં પણ વિચિત્ર લાગે છે. કોફી ટેનિંગને દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. પરંતુ જો તમે કોફીને યૂઝ કરો છો તો તમે સાથે કેટલીક અન્ય ચીજોને મિક્સ કરી લો તે પણ જરૂરી છે. તો જાણો અને ફટાફટ અપનાવી લો આ ઘરેલૂ નુસખો.

કોફીમાં મધ મિક્સ કરીને લગાવો

હાથથી ટેનિંગને હટાવવા માટે તમે કોફીમાં મધ મિક્સ કરી શકો છો. આ માટે સૌથી પહેલા મધ અને કોફીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને હાથ પર ઓછામાં ઓછી 15-20 મિનિટ લગાવીને રાખો અને પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમને ટેનિંગથી છૂટકારો મળશે.

દહીં અને કોફીનો કરો ઉપયોગ

હાથથી ટેનિંગ દૂર કરવા માટે કોફી અને દહીંને એકસાથે મિક્સ કરીને ડીટેન સ્ક્રબ તૈયાર કરી શકાય છે. તેને બનાવવા માટે થોડી કોફી લો અને તેમાં નાની ચમચી હળદર મિક્સ કરો અને પછી દહીં મિક્સ કરો. આ પેસ્ટને સ્ક્રબની જેમ હાથ પર થોડી વાર સુધી ઘસો. 20 મિનિટ બાદ આ પેસ્ટને ધોઈ લો. તમે તેને અઠવાડિયામાં 2 વાર લગાવીને પરફેક્ટ રીઝલ્ટ મેળવી શકો છો.

કોફી અને લીંબુનો કરો યૂઝ

લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે અને તે ચીજને ચમકાવવાની સાથે સાથે તેની કાળાશ પણ દૂર કરે છે. આ માટે એક વાટકીમાં થોડી કોફી લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. તમામ ઉપાયોથી આ ઉપાય અકસીર છે. તેને હાથ કે પગ પર લગાવો. 15 મિનિટ સ્ક્રબ કર્યા બાદ તેને ધોઈ લો. આમ કરવાથી ટેનિંગની સમસ્યા જલ્દી ખતમ થશે. 

  • Follow us on: