- મમરાની સાથે મિક્સ કરો ખાસ વસ્તુઓ
- બ્રેકફાસ્ટને માટે બનશે હેલ્ધી ડિશ
- બાળકોને આ ઉપમા આવશે પસંદ
અનેક લોકો ખાસ કરીને પરેશાન રહે છે કે ભોજનમાં એવું શું બનાવવામાં આવે જે પરિવાર સરળતાથી ખાઈ શકે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સિવાય પણ નાસ્તા માટે પણ અનેક પ્રશ્નો રહે છે. જો પરિવારમાં નાસ્તાને લઈને અસમંજસ રહે છે તો તમે આ ખાસ પ્રકારનો ઉપમા ટ્રાય કરી શકો છો. શક્ય છે રવાનો ઉપમા દરેક વ્યક્તિને પસંદ ન આવે. તો તમે મમરાની મદદથી ઉપમા તૈયાર કરી લો. આ ડિશ બનાવવામાં પણ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. તેનો સ્વાદ નાના મોટાં સૌને પસંદ આવે છે. તો આજે જ કરી લો ટ્રાય.
મમરાનો ઉપમા બનાવવાની સામગ્રી
- 4 નંગ લીલા મરચા
- 5-7 નંગ મીઠો લીમડો
- 1 બારીક સુધારેલી ડુંગળી
- 2 ચમચી બારીક સુધારેલું ગાજર
- 1 ચમચી બારીક સુધારેલી કોથમીર
- 2 ચમચી મગફળી
- 2 કપ મમરા
- 1 આખું લાલ મરચું
- 1 ચમચી નારિયેળનું છીણ
- 1 લસણની કળી
- 1/4 ચમચી સિંધવ મીઠું
- 1/2 ચમચી હળદર
- 3 ચમચી ચણાની દાળ
- વધાર માટે તેલ
જાણો બનાવવાની રીત
મમરાનો ઉપમા બનાવવા માટે સૌથી પહેલા મમરાને 1 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખો. આ પછી તેને દબાવીને પાણી કાઢી લો. હવે મિક્સરમાં મરતું, નારિયેળનું છીણ, લસણ, મીઠું અને ચણાની દાળ મિક્સ કરીને પીસી લો, હવે એક પેન લો અને તેમાં વધાર માટે તેલ ગરમ કરો. તેમાં ડુંગળી, ચણાની દાળ નાંખીને શેકી લો. હવે તેમાં લીમડાના પાન, મરચાં મિક્સ કરો. હળદર, મગફળી અને ગાજરને સારી રીતે મિક્સ કરો. 2-3 મિનિટ હલાવો. તેમાં મમરા, કોથમીર મીટું મિક્સ કરો. આ બધું પણ સારી રીતે હલાવી લો. હવે મિક્સરનું મિશ્રણ તેમાં મિક્સ કરો અને તેને સર્વ કરો.