• અડદની દાળને શનિદેવ સાથે છે સંબંધ
  • અડદની દાળની ખીચડી ખાવાથી ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે
  • સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના સૂર્યની મકર સંક્રાંતિ

ઉત્તરાયણના દિવસે અનેક ઘરોમાં પરંપરાગત ખીચડી ખાવાની પરંપરા છે. તેની પાછળ એક ખાસ કારણ છે. અડદની દાળને શનિ અને લીલા શાકનો સંબંધ બુધ સાથે માનવામાં આવે છે. આ દિવસે ખીચડી ખાવાનું પણ ખાસ મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે ખીચડી ખાવાથી રાશિમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે.

કઈ રીતે પડ્યું મકર સંક્રાંતિ નામ

આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના સૂર્યની મકર સંક્રાંતિ કહેવામાં આવી છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીના દિવસે ઉજવાશે. ઉત્તરાયણના દિવસે અડદની દાળની ખીચડી અચૂક બનાવાય છે. આ ખીચડી ખાવામાં સ્વાદિષ્ટ છે અને સાથે હેલ્થ માટે પણ લાભદાયી છે. તો જાણો આ ખીચડી બનાવવાની સરળ રેસિપિ.

સામગ્રી

  • 200 ગ્રામ ચોખા
  • 150 ગ્રામ અડદની છોડાવાળી દાળ
  • 2 મોટા ચમચા ઘી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 મોટો ચમચો કોથમીર
  • 1 ચપટી હિંગ
  • 1 નાની ચમચી જીરું
  • 2 બારીક લીલા સુધારેલા મરચા
  • 1 ઈંચ આદુનો ટુકડો
  • 1/2 ચમચી હળદર
  • 1 નાની વાટકી વટાણા

બનાવવાની રીત

અડદની દાળની ખીચડી બનાવવા માટે સૌથી પહેલા ચોખાને સારી રીતે ધોઈને પલાળી રાખો. આ પછી કૂકરમાં ઘી ગરમ કરો અને તેમાં હીંગ અને જીરું ઉમેરો. હવે જીરું સારી રીતે શેકો અને તેમાં મરચા, આદુ, હળદર મિક્સ કરો. હવે વટાણા પણ મિક્સ કરો. તેમાં ચોખા મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી તેને હલાવો. જ્યારે ચોખાની સાથે મસાલા સારી રીતે મિક્સ થાય તો તેમાં દાળ અને ચોખાને સારી રીતે હલાવી લો. દાળ-ચોખામાં ચાર ગણું પાણી મિક્સ કરો અને કૂકર બંધ કરો. એક સીટી આવ્યા બાદ 5 મિનિટ સુદી ધીમા ગેસ પર તેને ચઢાવો. આ પછી ગેસ બંધ કરીને પ્રેશર કૂકરનું ઢાંકણું ખોલો. તમે મકર સંક્રાંતિની ટેસ્ટી ખીચડીની મજા માણી શકશો.  

  • Follow us on: