• ગુંદરની પેંદ હેલ્થને આપશે ફાયદો
  • અનેક મસાલાથી ભરપૂર પેંદ શિયાળામાં આપશે ગરમી
  • સરળતાથી ઘરે જ બનાવી શકાય છે પેંદ

શિયાળામાં જો તમે વિવિધ વસાણાંનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હોવ તો પેંદ તમારા માટે એક યોગ્ય ડિશ બની શકે છે. શિયાળાની શરૂઆતની સાથે સાથે તમે આ પેંદનો ઉપયોગ પણ શરૂ કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યને માટે યોગ્ય છે. જો તમે તેને ઘરે સરળતાથી બનાવવા ઇચ્છો છો તો નોંધી લો સરળ રેસિપિ, અને મહેકાવો તમારું રસોડું અને તમારી હેલ્થ.

સામગ્રી

- 100 ગ્રામ ગુંદર

- 1 લિટર દૂધ

- 50 ગ્રામ ઘી

- 150 ગ્રામ ખાંડ

- 50 ગ્રામ કોપરું

- 10 ગ્રામ ખાંડેલું ગોખરું

- બદામ, પિસ્તા, ખસખસ, જાયફળ અને જાવંત્રી

- 30 ગ્રામ સૂંઠનો પાવડર

- 20 ગ્રામ ગંઠોડા પાવડર

રીત

એક વાસણમાં ઘી લગાડીને દૂધને ગરમ કરવા મૂકો, તેમાં ઉભરો આવે એટલે ખાંડ નાંખો. તેમાં ગુંદર નાંખો. તે ઘટ્ટ થવા આવે એટલે તેમાં કોપરાની છીણ ઉમેરો. સતત હલાવતા રહો. જરૂર પ્રમાણે ઘી ઉમેરતા રહો. શીરાની માફક ઘી છૂટું પડે એટલે પેંદને ગેસ પરથી ઉતારી લો. તે ઠંડી પડે એટલે તેને ડબ્બામાં ભરો અને રોજ તેને ઉપયોગમાં લો. ઘરના દરેક સભ્યોને માટે તે શિયાળામાં બેસ્ટ હોઇ શકે છે. 

  • Follow us on: