- સ્વાદિષ્ટ અને હેલ્ધી ઈડલીની માણો મજા
- મકાઈ ફાઈબરનો બેસ્ટ સોર્સ મનાય છે
- મકાઈની ઈડલીનો બ્રેકફાસ્ટ હેલ્થ માટે લાભદાયી
ઈડલીનો સ્વાદ દરેકને પસંદ આવે છે. સાઉથ ઈન્ડિયન ડિશ લગભગ દરેક રેસ્ટોરન્ટમાં સરળતાથી મળી રહે છે. શિયાળામાં તમે તેમાં ટ્વિસ્ટ લાવી શકો છો. દાળ અને ચોખાની રૂટિન ઈડલી ખાધા બાદ હવે તમે મકાઈના લોટની ઈડલી ટ્રાય કરો. તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે તેની મજા પણ વધે છે.
સામગ્રી
- 1 કપ મકાઈનો લોટ
- 1 કપ દહીં
- 2 ટીસ્પૂન તેલ
- 3 ટીસ્પૂન કોથમીર
- 10 નંગ લીમડાના પાન
- 1/2 ચમચી રાઈ
- 1 ચમચી ચણા દાળ
- 1 ચમચી અડદની દાળ
- 1 બારીક સુધારેલું લીલું મરચું
- 1 ઈંચ આદુનો ટુકડો
- મીઠું સ્વાદ અનુસાર
- 3 ચમચી ઈનો
રીત
એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરવા રાખો. તેમાં રાઈનો વઘાર કરો, તેમાં ચણા અને અડદની દાળ નાંખીને તે સોનેરી થાય ત્યાં સુધી શેકો. આદુ, મરચું અને લીમડો ઉમેરીને તેને શેકો. હવે તેમાં મકાઈનો લોટ ઉમેરો અને ત્રણ મિનિટ સુધી શેકો. આ મિશ્રણને એક અલગ વાસણમાં કાઢી લો. તેમાં મીઠું, દહીં અને કોથમીર ઉમેરો અને પાણી નાંખીને ઈડલી જેવું ખીરું બનાવો. તેને સારી રીતે હલાવીને મિક્સ કરો અને દસ મિનિટ માટે રહેવા દો. એક કૂકરમાં 2-3 કપ પાણી નાંખો અને તેને ઉકળવા રાખો. તેમાં ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવીને તેને ચિકણું કરો. હવે ઈડલીના ખીરામાં ઈનો ઉમેરો અને તેને હલાવી લો. આ મિશ્રણને ઈડલી સ્ટેન્ડમાં રાખો, કૂકર ખોલો અને સાથે 15 મિનિટ બાદ ઈડલીને ચપ્પાથી ચેક કરો. જો તે તૈયાર થઈ ગઈ હોય તો તેને ગગમાગરમ અને ચટણી સાથે પીરસો.
નોંધ - તમે ઈચ્છો તો તમે છીણેલું ગાજર, વટાણા પણ મિક્સ કરી શકો છો. તેનાથી પણ તેનો સ્વાદ વધારે સારો આવે છે.
જાણો મકાઈના લોટના ફાયદા પણ
- મકાઇમાં રહેલાં ફાઇબર કોલેસ્ટરોલ ઘટાડીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે.
- ડાયાબીટિસના દર્દીઓ પ્રમાણસર મકાઇ ખાઇ શકે છે.
- ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે, જે પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક છે, પરંતુ તેનાથી ગેસ, અપચો થતા હોવાથી રાત્રે ન ખાવા.
- તેમાં આવેલું થીયામીન કાર્બોહાઇડ્રેટસનું નિયમન કરે છે.
- તેમાંનું બીટા-ક્રીપટોકઝાથીન ફેફસાંના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.
- ઇનસોલ્યુએબલ ફાઇબર આંતરડાંના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે.