- ઇ-વિઝા લઇને કરો યુરેશિયાઇ દેશનો પ્રવાસ
- ભીડ ભાડથી દૂર કંઇક અલગ થશે અહેસાસ
- એક લાખ રૂપિયા સુધીનો થાય છે ખર્ચ
આજકાલ લોકોમાં ઓફબિટ ડેસ્ટિનેશનનું વધારે ચલણ છે. લોકો ફેમસ જગ્યાઓ પર તો જઇ જ રહ્યા છે પરંતુ ત્યાં એટલી ભીડ હોય છે કે આરામ અને શાંતિનો અહેસાસ સ્હેજ પણ થતો નથી. ત્યારે આજે આપણે એવા ઇન્ટરનેશનલ પ્લેસ વિશે વાત કરીશું જે ઓફબીટ ડેસ્ટિનેશનમાંથી એક છે. આ પ્લેસ છે અજરબૈજાન. જે યુરોપ અને એશિયામાં આવેલી સુંજર જગ્યા છે. તે હાફ એશિયા અને હાફ યુરોપમાં આવેલુ છે તેથી તેને યુરેશિયાઇ દેશ કહે છે.
કેટલુ થાય છે બજેટ ?
અઝરબૈજાન કન્ટ્રીમાં ફરવા માટે 7 દિવસ ઇનફ છે. તમે અહીં જઇ રહ્યા છો તો તેના માટે તમારે પ્રતિ વ્યક્તિ 90 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત તમારે આ માટે ઇ-વિઝા પણ લેવો પડશે, જે તમને અરજી કર્યાના 3 થી 4 દિવસમાં મળી જશે.
મુલાકાત ક્યારે લેવી ?
માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર.
ઉનાળામાં જવાનું ટાળો
બરફ જોવા માટે- ડિસેમ્બરથી માર્ચ અને ગબાલા અને શાહદાગમાં રોકાવું.
વિઝા અને ફ્લાઇટ ટિકિટ
અઝરબૈજાન જવા માટે તમારે ઈ-વિઝા માટે 3000 રૂપિયા ચૂકવવા પડશે.
આ સિવાય તમે 35 હજારથી 45 હજાર રૂપિયામાં રાઉન્ડ ટ્રીપ ફ્લાઈટ્સ બુક કરાવી શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે ટિકિટ અગાઉથી બુક કરાવી લેવી જોઈએ નહિ તો પીક સિઝનમાં ભાવ વધી જશે.
ખોરાક અને રહેવાનો ખર્ચ
અહીંના લોકલ કાફેમાં 200-600 રૂપિયાની વચ્ચે તમે ફૂડ એન્જોય કરી શકો છો. જો તમે કોઇ ફેમસ કાફેમાં જાઓ છો તો તમારે 1500-2000 રૂપિયા ચૂકવવા પડશે.
આ સિવાય લક્ઝરી રોકાણનો ખર્ચ વ્યક્તિ દીઠ 4 હજાર રૂપિયા અને એપાર્ટમેન્ટનો ખર્ચ વ્યક્તિ દીઠ 1500-2000 રૂપિયા થાય છે. જ્યારે રોજે રોજ ફરવા માટે 500 થી 1500 જેટલો ખાનગી ટેક્સી ચાર્જ થાય છે.
ફરવા લાયક સ્થળો ક્યા છે ?
હૈદર અલીયેવ સેન્ટર: 750 રૂપિયા
કાર મ્યુઝિયમ: રૂ. 500
કાર્પેટ મ્યુઝિયમ: રૂ. 500
યાનારદાગ અને અગ્નિ મંદિર: રૂ. 750
આ એક્ટિવિટીમાં મજા પડશે
Yanardag Ezon બાઇક: રૂ 2000
ગબાલા કેબલ કારઃ રૂ. 950
શાહદાગ રોલર કોસ્ટર: 1200 રૂ
અલ્પાકા ફાર્મઃ રૂ. 1700
ફ્રીમાં આ એક્ટિવિટીનો લો આનંદ
મડ વોલ્કેનો
કેન્ડી કેન માઉન્ટેન હાઇક
નિઝામી સ્ટ્રીટ પર વૉક
મિનિએચર બુક મ્યુઝિયમ
ઓલ્ડ સિટી બાકુ
7 બ્યુટીફુલ વોટરફોલ