- દુનિયામાં એવી ઘણી જગ્યાઓ જે છે ડરાવની
- ખતરનાક જગ્યાઓ પર જતા બચો
- જાણે મોતને અનુભવ્યુ હોય તેવી થશે લાગણી
દુનિયાભરમાં એવી ઘણી જગ્યા છે જે તેની કલા અને સુંદરતાને લીધે પ્રખ્યાત છે. મોટાભાગે લોકો દરિયા કિનારો અને હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરે છે. પરંતુ આજે દુનિયાની એવી ખતરનાક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં જઇને તમે જાણે મોતને મહેસૂસ કર્યુ હોય તેવુ લાગે. ત્યારે આવો જાણીએ કઇ કઇ છે આ જગ્યા.
ડેથ વેલી, અમેરિકા
ડેથ વેલીનું નામ સાંભળીને તમે પણ કદાચ મૃત્યુ વિશે વિચારતા હશો. તો અમે તમને જણાવી દઈએ કે અમેરિકાની ડેથ વેલી સમગ્ર વિશ્વમાં ધરતીની ભઠ્ઠી તરીકે પણ ઓળખાય છે. રસપ્રદ વાત એ છે કે વ્યક્તિ આ જગ્યાએ 14 કલાકથી વધુ સમય સુધી રહી શકતો નથી. તેમ છતાં દૂર દૂરથી લોકો આ જગ્યાને જોવા આવે છે.
ડેનાકિલ ડેઝર્ટ, આફ્રિકા
ડેનાકિલ રણ આફ્રિકામાં છે. કહેવાય છે કે અહીં માનવજાતની કલ્પના પણ અશક્ય છે. અહીં સક્રિય જ્વાળામુખી છે, જે ઝેરી વાયુઓ ફેલાવે છે. આ રણ નરકથી ઓછું નથી આ જગ્યા ખરેખર ખૂબ જ ખતરનાક છે.
સ્નેક આઇલેન્ડ, બ્રાઝિલ
સ્નેક આઇલેન્ડ બ્રાઝિલથી થોડુ દૂર સમુદ્રની મધ્યમાં આવેલું છે. તેનું નામ છે તે પ્રમાણે અહીં તમને માત્ર સાપ જ જોવા મળશે. આ સ્થળને ઝેરી સાપનું ઘર માનવામાં આવે છે. આ ખતરનાક જગ્યાને જોવા માટેનો પણ લોકોમાં ક્રેઝ છે પરંતુ મોતના કેસ વધતા અહીં લોકોને આવવા પર પ્રતિબંધ છે.
માર્શલ ટાપુઓ
આ ટાપુ દૂરથી ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ અહીં આવવું જાણે કે મોતને આમંત્રણ આપવું. આ એક ખતરનાક જગ્યા છે - જ્યાં રેડિયેશન બહાર આવે છે, જે કેન્સરનું કારણ બની શકે છે. હકીકતમાં, આ બીચ પર ઘણા પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેના કારણે તે ઝેરી બની ગયું છે.