• મુંબઈ શહેરના સર્વાધિક પ્રાચીન મંદિરોમાંથી એક મહાલક્ષ્મી મંદિર
  • દિલ્હીના મંદિરમાં દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે વિરાજમાન છે
  • શ્રીપુરમ મંદિરમાં શણગાર માટે કરાયો છે સોનાનો ઉપયોગ

દિવાળીની રજાઓમાં આપણે સૌ ક્યાંક ને ક્યાંક ફરવાનો પ્લાન બનાવતા હોઈએ છીએ. તમે આ સમયે ફરવાની સાથે દેવી લક્ષ્મીના કેટલાક મંદિરોમાં શીશ ઝુકાવવા ઈચ્છો છો તો તમે મુંબઈ, દિલ્હી, ઈન્દોરના કેટલાક ખાસ મંદિરોની મુલાકાત લઈ શકો છો. તો જાણો કયા મંદિરોમાં દિવાળીમાં શીશ ઝુકાવવાથી તમારી મનોકામનાઓ પૂરી થઈ શકે છે. આ દિવસોમાં કેટલાક લોકો ધનની દેવીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. વિધિ વિધાનથી પૂજા અને ઉપાયો કરે છે. જેથી તેમને આર્શીવાદ મળે. આ મંદિરોમાં મહાલક્ષ્મીની પૂજા કરાય છે. અહીં આવનારા લોકો ધન સમૃદ્ધિની ઈચ્છા સાથે આવે છે અને દર્શન માત્રથી તેમની કૃપા મળશે. તો જાણો આ ખાસ મંદિરો વિશે.

મહાલક્ષ્મી મંદિર, મુંબઈ

મુંબઈ શહેરના સર્વાધિક પ્રાચીન મંદિરોમાંથી એક મહાલક્ષ્મી મંદિર પ્રખ્યાત છે. આ અરબ સાગરના કિનારે બી દેસાઈ માર્ગ પર છે. જે લોકોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. મુંબઈના આ મહાલક્ષ્મી મંદિરમાં ધનની દેવી મહાલક્ષ્મીની સાથે દેવી મહાકાળી અને મહાસરસ્વતી પણ બિરાજે છે. અહીં ભક્તોની લાઈન લાગે છે. પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે લોકો અહીં દર્શન કરવા આવે છે અને સાથે માતાની સામે પ્રાર્થના પ્રકટ કરે છે.

લક્ષ્મી નારાયણ મંદિર, નવી દિલ્હી

નવી દિલ્હીના સેન્ટરમાં આવેલું લક્ષ્મીનારાયણ મંદિર પણ લોકોમાં પ્રચલિત છે. આ મંદિરમાં દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે વિરાજમાન છે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી નારાયણ મંદિરનું નિર્માણ 1622માં વીરસિંહ દેવે કરાવ્યું હતું. માન્યતા છે કે ભક્ત અહીંથી ક્યારેય ખાલી હાથે જતા નથી. માતાના દર્શને પહોંચેલા લોકોની મનોકામના અહીં અવશ્ય પૂરી થાય છે.

પદ્માવતી મંદિર, તિરુચુરા

દેવી પદ્માવતી મંદિર જગવિખ્યાત છે. આંધ્રપ્રદેશમાં તિરુપતિની પાસે આ મંદિર આવેલું છે. મંદિરને લઈને એક એવી માન્યતા છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં મન્નતો પૂરી થાય છે. અહીં બાલાજીની સાથે માતા પદ્માવતીના આર્શીવાદ પણ મળે છે. પૌરાણિક કથાઓના અનુસાર દેવી પદ્માવતીનો જન્મ કમળના ફૂલથી થયો છે. જે આ મંદિરના તળાવમાં ખીલ્યું હતું. આ માટે આ મંદિરની માન્યતા વધુ છે.

મહાલક્ષ્મી મંદિર, ઈન્દોર

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા શ્રી મહાલક્ષ્મી મંદિરના દર્શનને માટે લોકો દૂર દૂરથી આવે છે. તેનું નિર્માણ 1832માં મલ્હારરાવ હોલ્કર દ્વિતિયએ કરાવ્યું હતું. દર વર્ષે આ મંદિરમાં દિવાળીના દિવસે પૂજા અર્ચના કરાય છે અને માતાના દર્શનને માટે ભક્તોની લાંબી લાઈનો લાગે છે. નિયમિત રીતે હજારોની સંખ્યામાં દેવી મહાલક્ષ્મીના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે.

મહાલક્ષ્મી મંદિર, શ્રીપુરમ

મહાલક્ષ્મીનું આ મંદિર દક્ષિણ ભારતનું સ્વર્ણ મંદિરના રૂપમાં જાણીતું છે. આ તમિલનાડુના વેલ્લૂ જિલ્લામાં શ્રીપુરમ ગામમાં છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણમાં 15 હજાર કિલોના સોનાનો ઉપયોગ કરાયો છે. આ મંદિર 100 એકરમાં બન્યું છે. પહેલા સામાન્ય લોકો માટે આ મંદિરમાં દર્શન બંધ કરાયા હતા પણ 2007માં પણ લોકોને માટે તેને ખુલ્લું મૂકાયું હતું. 

  • Follow us on: