• ઘરે જ સરળતાથી બની જશે આ લાડુ
  • ગુંદર ગરમ હોવાથી શરીરને આપશે ઠંડી સામે રક્ષણ 
  • શરીરના અનેક દર્દને દૂર કરવામાં લાભદાયી

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે અનેક ઘરોમાં વસાણા અને ગરમ ચીજો બનાવવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. તો આવો આજે આપણે બનાવીએ ગુંદરના લાડુ. જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. ઘરના દરેક લોકોને તે ભાવે છે. ગુંદર ગરમ હોવાથી શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે. આ સિવાય તે સાંધાના દર્દમાં પણ રાહત આપવાનું કામ કરે છે. આ લાડુ શિયાળામાં ખાસ ઉપયોગી છે. રોજ બે લાડ઼ુ ખાવાથી હેલ્થ સારી રહે છે. તો નોંધી લો રેસિપિ અને આજે જ બનાવી દો થોડીવારમાં બની જતાં ટેસ્ટી અને હેલ્ધી ગુંદરના લાડુ.

સામગ્રી

- 1 કપ ઘઉંનો લોટ

- પોણો કપ ઘી

- 1 કપ નારિયેળનું છીણ

- 100 ગ્રામ ગુંદર

- 12 નંગ કાજુ

- 1/4 ચમચી એલચી પાવડર

રીત

પેનમાં સૌ પહેલાં ઘીને ગરમ કરો. તેમાં ગુંદરનો ભૂકો નાંખીને મીડિયમ ગેસ પર શેકી લો. તેને તોડતાં તે આખો ભૂકો થઇ જાય તેવો શેકો. તેને કાઢી લો. બચેલા ઘીમાં લોટ ઉમેરો અને સતત હલાવતા રહીને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી લોટ શેકો. હવે તેને પણ કાઢી લો. આવશ્યક હોય તો ઘી લો. હવે ગુંદરને લોટમાં મિક્સ કરી દો. તેમાં કાજુ, ઇલાયચી પાવડર મિક્સ કરો. ગુંદરને વેલણથી દબાવીને ભૂકો કરો. તેને કકરો પીસવો. તેને એક બાઉલમાં લો અને લોટનું તમામ મિશ્રણ પણ તેમાં ઉમેરો. નારિયેળનું છીણ એડ કરો. દરેક ચીજોને હળવું ગરમ રહેવા દો. તેના મીડિયમ સાઇઝના લાડુ બનાવો. તૈયાર છે ગુંદરના લાડુ. તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તમારે રોજ આ 1 લાડુનું સેવન કરવાનું છે. તે તમારી હેલ્થને શિયાળામાં અને ત્યારબાદ આખું વર્ષ હેલ્ધી રાખવામાં મદદ કરશે. 

  • Follow us on: