- મુંબઈમાં સમુદ્ર કિનારે છે મા લક્ષ્મીનું સુંદર મંદિર
- મંદિર પરિસરમાં અનેક ભગવાનની છે આકર્ષક મૂર્તિઓ
- મંદિરના ગર્ભગૃહમાં છે મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીની પ્રતિમાઓ
ધનેતેરસ અને દિવાળીના અવસરે ભારતભરમાં માતા લક્ષ્મીની પૂજા કરાય છે. માનવામાં આવે છે કે લક્ષ્મીજીની કૃપાથી ધનમાં વધારો થાય છે. દિવાળીના પર્વ પર લોકો દૂર દૂરથી ભક્તો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર્શન કરવા આવે છે. આજે અમે માતા લક્ષ્મીના એક એવા મંદિરને વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ભક્તોની ભીડ રહે છે. તેનું નામ મહાલક્ષ્મી મંદિર છે અને તે મુંબઈના સમુદ્ર કિનારે બી. દેસાઈ માર્ગ પર આવેલું છે.
શું છે મંદિર સાથેની માન્યતા
માતા લક્ષ્મીનું આ મંદિર અત્યંત સુંદર અને આકર્ષક છે. તેના કારણે લાખો લોકો અહીં માતાના દર્શન કરવા આવે છે. ખાસ વાત એ છે કે મહાલક્ષ્મી મંદિરની સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. અહીં જે ભક્ત સાચા મનથી આવે છે તે ક્યારેય ખાલી હાથે પરત ફરતા નથી.
શું છે મંદિરનો ઈતિહાસ
આ મહાલક્ષ્મી મંદિરનો ઈતિહાસ ખાસ છે. કહેવાય છે કે ઘણા સમય પહેલા મુંબઈમાં વર્લી અઅને માલાબાર હિલને પુલની મદદથી જોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ પુલને બનાવવામાં હજારો કારીગર કામ કરી રહ્યા હતા પણ દીવાલ બનાવવામાં મુશ્કેલી આવી રહી હતી. અનેક દિવસો સુધી મજૂરોએ દિવાલ બનાવવાનું કામ કર્યું પણ દિવાલ બની નહીં અને તેમને હારીને કામ પડતું મૂકવું પડ્યું.
સપનામાં જોવા મળ્યા લક્ષ્મીજી
આ સમયે એક વ્યક્તના સપનામાં આવીને લક્ષ્મીજીએ કહ્યું કે વર્લીના સમુદ્ર કિનારે એક મૂર્તિ છે અને તેને લાવીને સમુદ્ર કિનારે મારું મંદિર બનાવો. તેનાથી અનેક સમસ્યાઓ દૂર થશે. આ પછી આ વ્યક્તિએ એવું કર્યું અને દિવાલ બની ગઈ.
મંદિરમાં ગર્ભગૃહ
મંદિરના ગર્ભગૃહમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહા સરસ્વતી ત્રણેય દેવીઓની પ્રતિમાઓ એક સાથે છે. આ ત્રણેય મૂર્તિઓ સુંદર આભૂષણો અને મોતીઓથી સજ્જ છે. મહાલક્ષ્મી મંદિરના મુખ્ય દ્વાર પર સુંદર નક્શીકામ કરાયું છે. મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાઓની આકર્ષક પ્રતિમાઓ સ્થાપિત છે.