- ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ સામેલ કરો
- એક રાત પહેલા ફેસ માસ્કનો ઉપયોગ કરો, સ્કીન નિખરશે
- મેકઅપને સિમ્પલ રાખો અને શક્ય તેટલો નેચરલ લૂક મેળવો
વેલેન્ટાઈન ડે પ્રેમનો એકરાર કરવાનો ખાસ દિવસ છે. આ દિવસે કપલ્સ હોય કે દોસ્તો...તમામ લોકો પોતાના પ્રેમનો એકરાર કરવા માટે તૈયાર હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો ખાસ કરીને ડેટ પ્લાન કરે છે અને એકમેક સાથે સમય પસાર કરે છે. તેઓ માને છે કે આમ કરવાથી તેમના સંબંધો મજબૂત બને છે. આ દિવસે તમે ખાસ દેખાઓ તે પણ મહત્ત્વનું છે. આ ફક્ત પાર્ટનરને ઈમ્પ્રેસ કરવાની એક રીત છે. પણ સૌથી મહત્ત્વનું છે તે તમારો આત્મવિશ્વાસ છે. જો તમે વેલેન્ટાઈન ડેટ પર જઈ રહ્યા છો તો તમારા માટે 5 બ્યુટી ટિપ્સનું ખાસ મહત્ત્વ છે. જે તમારી મદદ કરશે.
હાઈડ્રેટેડ રહો
સુંદર અને ચમકદાર સ્કીનને માટે હાઈડ્રેશન મહત્ત્વનું છે. ડેટના થોડા સમય પહેલા પાણી વધારે પ્રમાણમાં પીઓ. તેનાથી તમારી સ્કીન નેચરલી ગ્લો કરવા લાગશે.
સ્કીન કેયર રૂટિન
તમારા સ્કીન કેયર રૂટિનને ફોલો કરો જેમાં ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગને સામેલ કરો. ડેટની એક રાત પહેલા એવા ફેસ માસ્કનો ઉપયોગ કરો જેથી સ્કીનમાં નિખાર આવે.
મેકઅપને સિંપલ રાખો
વેલેન્ટાઈન ડે એક ખાસ અવસર છે જ્યારે તમે વધારે ગ્લેમરસ દેખાવવા ઈચ્છો છો. હેવી અને ભારે મેકઅપના બદલે એક નેચરલ અને સિંપલ લુક અપનાવવો સારો રહેશે. સામાન્ય ફાઉન્ડેશન, મસ્કરા, સોફ્ટ પિંક બ્લશ અને ન્યૂડ શેડની લિપસ્ટિક અનેક એવી ચીજો છે જે તમારા સૌમ્ય અને સૌંદર્યને ખીલવશે.
હેયરસ્ટાઈલ પર ધ્યાન આપો
આઉટફિટના અનુસાર એક સિંપલ પણ આકર્ષક હેયરસ્ટાઈલ પસંદ કરો. તમે વાળને ખુલ્લા પણ રાખી શકો છો. સોફ્ટ કર્લ પણ આપી શકો છો. કોઈ સુંદર હેયર સ્ટાઈલ પણ પરફેક્ટ રહેશે. સિંપલ અને પર્સનાલિટીને કોમ્પ્લીમેન્ટ આપે તેવી હેયર સ્ટાઈલ પસંદ કરો.
પરફ્યુમની યોગ્ય પસંદગી
સિમ્પલ અને સોબર સ્મેલ તમારી પર્સનાલિટીને ખાસ બનાવે છે. સામાન્ય અને લાંબા સમય સુધી ટકે તેવું પરફ્યુમ પસંદ કરો. તે તમારા મૂડ અને આઉટફિટને અનુકૂળ હોય. આ ટિપ્સની સાથે તમે ડેટ પર જશો તો તમે સુંદર દેખાશો અને પાર્ટનરને ઈમ્પ્રેસ કરી શકશો. પોતાનામાં વિશ્વાસ રાખો અને દિવસનો આનંદ લો.