- એકાંત અને આરામની શોધમાં હોવ તેવા લોકો માટે બેસ્ટ પ્લેસ
- ગોવાની ભીડથી મળશે છૂટકારો અને જોવા મળશે ગોવા જેવો જ નજારો
- નેચર લવર માટે છે બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ
ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. આ સિઝનમાં નેચરને માણવાનો ખાસ લ્હાવો મળે છે. આ ઋતુ પ્રકૃતિ લવર માટે બેસ્ટ છે. કારણ કે પ્રકૃતિ એવી ખીલે છે કે ન પૂછો વાત. ત્યારે આવા મોસમમાં જો તમે ગોવાને મિસ કરી રહ્યા હોવ તો ચિંતા ન કરશો, આજે તમને ગોવા જેવા જ એક સ્થળની વાત કરીશું. ત્યાં પહોંચીને તમને એવુ લાગશે કે અરે, સાચે જ આપણે ગોવામાં નથી ને ?
આ પ્લેસ છે મિની ગોવા
મંદસૌર મધ્ય પ્રદેશમાં આવેલું છે, જેને ભારતનું હૃદય કહેવામાં આવે છે, જે રાજસ્થાનની સરહદથી ઘેરાયેલું છે. મંદસૌર જિલ્લાના ભાનપુરા તાલુકાનું ગામ કનવાલા મિની ગોવા તરીકે ઓળખાય છે. આ એવુ અનોખુ ગામ છે કે ત્યાં શાંત વાતાવરણ અને તાજગીનો અનુભવ થાય છે. અહીં તમે ચોમાસા દરમિયાન આવો તો રોમાંચિત થઇ જશો. કારણ કે તેની સુંદરતા જ એટલી સરસ છે કે ન પૂછો વાત.

પ્રકૃતિ નહી કરે નિરાશ
ચોમાસાની સિઝન મિની ગોવામાં પ્રકૃતિનો શ્રેષ્ઠ નજારો જોવા મળે છે. વરસાદને કારણે અહીંનું વાતાવરણ હરિયાળું બની જાય છે, જેમાં અનેક પ્રકારના વૃક્ષો, છોડ અને વનસ્પતિઓ તેમના જીવંત સ્વરૂપમાં ખીલે છે જે તેમને પ ફરવા, ફોટોગ્રાફી કરવા અને આસપાસના સૌંદર્યમાં તરબોળ કરવા માટે એક અદ્ભુત વાતાવરણ બનાવે છે.
એકાંત અને આરામની શોધ અહીં થશે પૂરી
ગોવામાં આપણને ભીડ બહુ જોવા મળે પરંતુ મિની ગોવા એક ઑફ-બીટ ડેસ્ટિનેશન છે જ્યાં તમને કોઈ પણ પ્રકારના અવાજ વિના શાંતિથી સમય પસાર કરવાની તક મળે છે. ગીચ પ્રવાસન સ્થળોથી વિપરીત, મિની ગોવા શાંતિપૂર્ણ અને એકાંત જગ્યા છે. ગામનું અનોખું સ્થાન શહેરી જીવનની ધમાલથી દૂર શાંત વાતાવરણ પૂરું પાડે છે. તે પ્રવાસીઓ માટે યોગ્ય છે જે શાંતિ, એકાંત અને આરામની શોધમાં છે.
આવો નજારો નહી જોયો હોય !
મિની ગોવા કંઇ ટાપુથી કમ નથી. અહીંની સુંદરતા જોઈને તમને શંકા થઈ જશે કે આ નજારો વાસ્તવમાં મધ્યપ્રદેશના કોઈ ગામડાનો છે ? ચંબલ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમ મંદસૌરને બે ભાગમાં વહેંચે છે. કંવાલા ગામ ચંબલ નદીના કિનારે આવેલું છે, અહીં ચંબલ નદીનો પહોળો કિનારો ગોવા બીચ જેવો દેખાશે, તમે દૂર દૂર સુધી વિસ્તરેલું પાણી જોઈ શકો છો. પાણીની આસપાસના ખડકો ટાપુઓ જેવા દેખાય છે.