- વિદેશમાં ફરવા માગો છો તો જાણી લો આ માહિતી
- ઓછા ખર્ચે વિદેશની ટૂર કરી શકશો
- કાશ્મીર ફરીને આવો એટલા ખર્ચમાં તો વિદેશ ફરી આવશો
જો તમે કાશ્મીર કે અન્ય કોઇ દૂર દૂર જગ્યાએ જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમને એક વાત જણાવુ. કારણ કે તમે કાશ્મીર 10 દિવસ પહોંચો એટલા ખર્ચમાં તો તમે વિદેશ ફરી આવશો. હા, આ સાચી વાત છે. કારણ કે ઘણા એવા વિદેશી સ્થળો છે જે અન્ય કન્ટ્રી કરતા ઘણા જ સસ્તા છે..ત્યારે આવો જાણીએ વિદેશી સ્થળ વિશે માહિતી.
ફરવા લાયક છે
જો કોઈ કાશ્મીર ફરવા જાય છે અને ત્યાં લગભગ 10 દિવસ રોકાય છે, તો લગભગ 50 થી 80 હજાર રૂપિયા સરળતાથી ખર્ચ થઈ જાય છે. પરંતુ આટલા ખર્ચમાં તમે વિયેતનામ ફરી શકો છો. એક હજાર ભારતીય રૂપિયા ત્રણ લાખ વિયેતનામી ડોંગ બરાબર છે. ત્યારે વિયેતનામ ક્યારે જશો, ત્યાં ક્યા ફરશો શું ખાશો વગેરે વિશે તમને જણાવીએ.

ફ્લાઇટની ટિકિટ કેટલી થાય ?
સામાન્ય દિવસોમાં દિલ્હીથી વિયેતનામની ફ્લાઈટ્સ 12 થી 15 હજાર રૂપિયાની વચ્ચે મળે છે. જો આ ફ્લાઈટનું આયોજન લાંબા સમય પહેલા કરવામાં આવે તો તેની કિંમત ઘણી ઓછી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે 20 થી 22 હજાર રૂપિયામાં વિયેતનામ આવવા-જવા માટે ફ્લાઇટ મેળવી શકો છો. ફ્લાઈટ સર્ચ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવુ તે ફ્લાઇટ રેટ ઇન્કોગ્નિટો મોડમાં ચેક કરવા જોઇએ નહી કો ફ્લાઇટ રેટ વધી જવાનો ડર રહે છે.
આ સ્થળોની અચૂક મુલાકાત લેવી
વિયેતનામ દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત એક ખૂબ જ સુંદર દેશ છે. અહીં તમે હા લોંગ બે પર જઈ શકો છો. અહીંનો નજારો જોઇને તમારું દિલ ખુશ થઇ જશે. અહીં ગુફાઓ તમને એક નવો અનુભવ કરાવશે. જો તમે ઘોંઘાટથી દૂર પ્રકૃતિનો આનંદ માણવા માંગો છો, તો તમારા માટે સાપા શ્રેષ્ઠ સ્થળ છે. જો તમારે વિયેતનામનો ઇતિહાસ જાણવો હોય તો તમે ક્યુ ચી ટનલની મુલાકાત લઈ શકો છો. આ સિવાય જો તમારે બોટિંગ, ટ્રેકિંગ વગેરેની મજા લેવી હોય તો બા બે નેશનલ પાર્કમાં જઇ શકો છો. અહીં નાઇટ સ્ટેનો પણ ઓપ્શન છે.

ફૂડ કેવુ મળે ?
જો તમે વિયેતનામમાં ખાવા માટેના સ્થળો શોધી રહ્યા છો, તો તમને બજેટ અને લક્ઝરી બંને વિકલ્પો મળે છે. જો તમે બજેટ ફ્રેન્ડલી ફૂડ શોધી રહ્યા છો તો તમે સ્ટ્રીટ ફૂડ તરફ વળી શકો છો. આ ઉપરાંત જો દે થામ, ફામ ન્ગુ લાઓ અને બુઇ વિએનની આસપાસ સસ્તી રેસ્ટોરન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જે તમારા ખિસ્સા પર કોઈ વધારાનો બોજ નાખતી નથી. જો કે, તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે વિયેતનામમાં સ્ટ્રીટ ફૂડ સ્ટોલ 8 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે.

પ્રવાસ દરમિયાન આ વાતો યાદ રાખો
વિયેતનામના પ્રવાસ દરમિયાન ખાણી-પીણી બાબતે પણ સાવચેતી રાખવાની જરૂર છે. વિયેતનામમાં સૂપ જેવી વાનગીઓ ઉપલબ્ધ છે, પરંતુ તેના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ હોઈ શકે છે. તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં ખોરાક ખાઈ શકો છો. એટલુ ખાસ ધ્યાન રાખો કે ફૂડ સારુ અને હાઇજીન યુક્ત જ ખાઓ. નહી તો તમે બીમાર પડી જશો અને સફરની મજા બગડી શકે.