વાળ ખરવાની સમસ્યા આજકાલ બહુ સામાન્ય બની ગઈ છે. વાળ ખરવાના અનેક કારણો હોઈ શકે છે. વ્યસ્તજીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદત વાળને અસર કરે છે. આ ઉપરાંત માનસિક તણાવ, પોષણની ઊણપ, હોર્મોનલ અસંતુલન, અને વાળની સંભાળમાં બેદરકારી પણ જવાબદાર છે.વાળ ખરવાની સમસ્યા દૂર કરવા તમે દાદીમાના ઘરેલું ઉપચાર જબરજસ્ત ફાયદો કરાવશે. વાળની સમસ્યા મૂળમાંથી દૂર કરશે તમે આ ડ્રિંકસ જરૂર ટ્રાય કરી શકો છો. આ ડ્રિંકસ વાળના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે.
પોષક તત્વોથી ભરપૂર બનાવો ખાસ ડ્રિંકસ
આપણા દાદી-નાની પાસે અનેક ઘરેલુ ઉપચાર હોય છે. જે ત્વચા, વાળ અથવા શરીરની કોઈપણ સમસ્યામાં ઔષધિ બને છે. વાળ ખરવાની સમસ્યામાં તમે દાદીમાનો નુસખો અજમાવી શકો છો. વાળ ખરવાથી રાહત આપતું આ ડ્રિંકસ બનાવવા માટે, તમારે આમળા (ભારતીય ગૂસબેરી), બીટ, લીમડાના પાન અને આદુની જરૂર પડશે. બધી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી રસ બનાવી લો. પછી આ રસને બરફની ટ્રેમાં નાખી થોડા કલાકો માટે રેફ્રિજરેટરમાં રાખો. ત્યારબાદ દરરોજ એક ગ્લાસ પાણીમાં થોડા બરફના ટુકડા ભેળવી આ ડ્રિંકસ સવારના સમયે પીવો. આ પીણું પીવાથી તમારા વાળ મજબૂત થશે જ, પરંતુ નવા વાળના વિકાસને પણ પ્રોત્સાહન મળશે.













