શિયાળાની ઋતુ શરૂ થતાં જ હોઠ ફાટવા લાગે છે, પગની એડીમાં તિરાડ, ત્વચા ખરબચડી અને શુષ્ક થવા લાગે છે. શિયાળાના ઠંડીની અસર ત્વચા પર સૌથી પહેલા દેખાય છે. ઠંડા પવન ચહેરાને સ્પર્શ થતા નિસ્તેજપણું દેખાવા લાગે છે. શિયાળાની અસર ચહેરાની સાથે શરીરના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે. આ સમસ્યાથી છુટકારો સામાન્યી રીતે લોકો વિવિધ પ્રકારના મોંઘા ક્રીમ, મોઇશ્ચરાઇઝર અને લોશનનો ઉપયોગ કરે છે. જો કે, આ ઉપચાર લાંબા સમય સુધી ટકી રહેતા નથી એટલે એ જાણવું ખાસ જરૂરી છે કે આખરે ત્વચા માટે શરીરમાં કયા વિટામિન હોવા જરૂરી છે. શરીરમાં આ વિટામિનની ઉણપના કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યા ઉદભવે છે.


ત્વચાની સમસ્યા આ વિટામિનની ઉણપ

સ્કીન એક્સપર્ટે જણાવ્યું કે ત્વચાની સમસ્યા આ વિટામિનની ઉણપનું કારણ બને છે. વિટામિન સી ત્વચા માટે એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. વિટામિન સીની ઉણપ ત્વચાને નબળી બનાવી શકે છે. વિટામિન E શરીરને વૃદ્ધત્વથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન E ની ઉણપ ધીમે ધીમે ત્વચાની ચમક ઘટાડી શકે છે, જેના કારણે વ્યક્તિ નાની ઉંમરે પોતાની ઉંમર કરતાં વૃદ્ધ દેખાય છે. વિટામિન ડીની ઉણપ ત્વચા અને હાડકાંને નબળા બનાવે છે. ખીલ, ફાટેલા હોઠ અને ફોલ્લીઓ જેવી ત્વચાની બીમારીઓ વિટામિન બીની ઉણપને કારણે થાય છે.

ત્વચાની આ રીતે રાખો કાળજી, એક્સપર્ટ

આ વિટામિનની ઉણપણ દૂર કરી તમે ખીલ, ત્વચા ખરબચડી અને શુષક્તા જેવી સમસ્યા દૂર કરી શકો છો. આ માટે તમે દરરોજના તમારા આહારમાં આ વિટામિનથી ભરપૂર ખોરાકને સામેલ કરો. લીલા શાકભાજી, ફણગાવેલા દાળ અથવા ચણા અને આખા અનાજનો સમાવેશ કરો. વિટામિન ડીની ઉણપ દૂર કરવા ઓછામાં ઓછા 15થી 30 મિનિટ સવારના સૂર્યપ્રકાશ લો.  વિટામિન સીની ઉણપ દૂર કરવા તમે સાયટ્રસ ફળોને આહારમાં સામેલ કરી શકો છો. આ ઉપરાંત ઠંડીના દિવસોમાં ત્વચાની કાળજી રાખો. રાત્રે નિયમિત માલિશ કરો અને સારી કંપનીનું મોઈશ્ચરાઈઝર લગાવો. યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરી શરીરને હાઈડ્રેટ રાખો અને પૂરતી ઉંઘ લેવી જોઈએ તેમ એક્સપર્ટે જણાવ્યું.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)

  • Follow us on: