હવાના પ્રદૂષણની સીધી ત્વચા પર અસર થાય છે. તેને અવગણવાથી ગંભીર નુકસાન થઈ શકે છે. હવામાં રહેલા નાના કણો જલદી ત્વચાને સ્પર્શે છે. પ્રદૂષણ વધવાના કારણે ગ્લોઈંગ ત્વચા બેજાન બને છે. ત્વચામાં બળતરા, લાલાશ અને શુષ્કતાપણું થવા લાગે છે. જયારે ચહેરા પર નિસ્તેજ અને ઝીણી કરચલીઓ અને અકાળે વૃદ્ધત્વ દેખાય છે. પ્રદૂષણના કારણે ત્વચા સંબંધિત આ સમસ્યા દૂર કરવા બ્યુટી પાર્લર કે ટ્રીટમેન્ટ નહીં ઘરે જ સંભાળ રાખી શકો છો તેવું જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટે કહ્યું.
સ્કીન સ્પેશિયાલિસ્ટનું સૂચન
સ્કીન સ્પેશિયાલિસ્ટના જણાવ્યા મુજબ ફક્ત આ ટીપ્સ ફોલો કરવામાં આવે તો તમે પ્રદૂષણથી ગ્લોઈંગ સામે રક્ષણ મેળવી શકશો. કોઈપણ ત્વચાની સ્વચ્છતા માટે નિયમિત કાળજી વધુ જરૂરી છે. દિવસદરમિયાન તમારી ત્વચા પ્રદૂષતિ હવા, પરસેવો, ધૂળ, રજકણો જેવી વિવિધ સમસ્યાનો સામનો કરે છે. તેના રક્ષણ માટે સલ્ફેટ-મુક્ત, હળવા ક્લીન્ઝરનો ઉપયોગ કરો. દિવસમાં બે વાર તેલ આધારિત ક્લીન્ઝરથી તમારી ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરો અને ત્યારબાદ પાણી આધારિત ક્લીન્ઝરનો ઉપયોગ કરો. ત્વચા માટે હાઇડ્રેશન ખૂબ જરૂરી છે, તેથી હંમેશા મોઇશ્ચરાઇઝર લગાવો.
ત્વચાની ગંદકી આ રીતે કરો દૂર
ગ્લોઈંગ ત્વચાની ગંદકી દૂર કરવા એક્સ્ફોલિયેશન તકનીક અપનાવો. દિવસ દરમિયાન ગંદકી અને મૃત કોષો ત્વચા પર ચોંટી જાય છે. એક્સ્ફોલિયેશન તેમને દૂર કરવામાં મદદ કરે છે અને નવી ત્વચાને શ્વાસ લેવાની મંજૂરી આપે છે. સપ્તાહમાં AHA અથવા BHA ધરાવતા હળવા એક્સફોલિયેટરનો 1-2 વાર ઉપયોગ કરો. ત્વચા પર હાર્ડ સ્ક્રબ કરવાનું ટાળો. કારણ કે તેનાથી ત્વચાના સ્તર પર અસર થાય છે. ત્વચાની સફાઈ કર્યા બાદ વિટામિન E, નિયાસીનામાઇડ અથવા ગુલાબજળ જેવા એન્ટીઑકિસડન્ટો ધરાવતા હાઇડ્રેટિંગ ટોનરનો ઉપયોગ કરો. ત્યારબાદ ત્વચા પર હળવું એસેન્સ અથવા સીરમ લગાવો.
પ્રદૂષણની સ્વાસ્થ્ય પર ગંભીર અસર
ત્વચા સૌથી વધુ વાતાવરણના સંપર્કમાં આવે છે. ફેક્ટરીના ધુમાડા અને બાંધકામના કારણે ઉડતી ધૂળ હવામાં પ્રદૂષણ વધારે છે. પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધિત સમસ્યાઓ વધે છે. અસ્થમાની સમસ્યા વધી શકે છે અને ફેફસાના ચેપ થઈ શકે છે. સતત પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી લાંબા ગાળે હૃદય રોગ, ફેફસાના કેન્સર, સ્ટ્રોકનું જોખમ વધે છે. ત્વચાની સમસ્યા દૂર કરવા રક્ષણાત્મક સ્તરને મજબૂત બનાવવા ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ. તેમજ અસ્થમા જેવા રોગોથી દૂર રહેવા માસ્ક ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટીક આહાર અને હળવી પ્રવૃતિ કરવી.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )