અત્યારે આમ તો ઠંડી હોય પરંતુ વરસાદ પણ વરસી રહ્યો છે. એટલે વાતાવરણ ભેજવાળુ હોય છે.  તેવામાં સ્કિનની કેર કરવી ડિફિકલ્ટ બની જાય છે. સ્કિન ઓઇલી થઇ જાય છે. ત્યારે આો જાણીએ આવા સમયે સ્કિન કેર કેવી રીતે કરવી. 


આ રીતે સ્કિન રાખો હેલ્ધી

સ્કિનને સ્વસ્થ રાખવા માટે ઓપન પોર્સ સાફ કરવું જરૂરી છે અને તે વધારાના ઓઇલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ભેજવાળા હવામાનમાં તાજી અને સ્વસ્થ ત્વચા મેળવવા માટે, તમે કેટલાક કુદરતી ઘટકો સાથે ઘરે જ સ્ક્રબ તૈયાર કરી શકો છો. આ સ્ક્રબ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

કીવી અને ખાંડ સાથે સ્ક્રબ બનાવો

કીવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ઉપરાંત તેમાં રહેલા વિટામિન E અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં અસરકારક છે. જ્યારે ખાંડ ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને મૃત ત્વચાને સાફ કરે છે. સ્ક્રબ બનાવવા માટે સૌપ્રથમ કીવીની છાલ કાઢી, તેના પલ્પને મેશ કરો અને પછી જરૂરિયાત મુજબ દોઢ ચમચી ખાંડ ઉમેરો. જો તમારી ત્વચા ડ્રાય હોય તો તમે ઓલિવ ઓઇલના થોડા ટીપાં ઉમેરી શકો છો.

કોફી અને યોગર્ટ સ્ક્રબ બનાવો

દહીં તમારી ત્વચાને ન માત્ર નરમ બનાવે છે પણ તેને ચમકદાર પણ બનાવે છે. જ્યારે કોફી ત્વચાના રંગને પણ સુધારે છે અને ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. આનાથી સ્કિન ડીમ ક્લિન થાય છે. આ માટે એકથી દોઢ ચમચી દહીં લો અને તેમાં એક ચમચી કોફી પાવડર ઉમેરો. હવે ત્વચાને હળવા હાથે 8 થી 10 મિનિટ સુધી એક્સફોલિએટ કરો.

કાકડીમાંથી સ્ક્રબ તૈયાર કરો

ઉનાળામાં કાકડી ત્વચા માટે વરદાન જેવું કામ કરે છે. આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તાજગી લાવે છે. તે ત્વચામાંથી વધારાનું તેલ પણ ઘટાડે છે. કાકડીને સ્ક્રબ બનાવવા માટે તેને છીણીને તેમાં ગુલાબજળ સાથે થોડી ખાંડ નાખો. તમારું સ્ક્રબ તૈયાર છે.


  • Follow us on: