શિયાળો એટલે ભરપેટ સ્વાદિષ્ઠ વાનગી ખાવાની ઋતુ. ઠંડીના દિવસોમાં ભૂખ વધુ લાગે છે. લોકો આ દિવસોમાં શરીરની સુસ્તી ભગાડવા હોટ ડ્રિંક પીતા હોય છે. આ દિવસોમાં લોકો ટામેટા અને કોર્ન સૂપ વધુ પીવે છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો સ્વાદિષ્ટ બ્રોકોલી સૂપનો આનંદ માણે છે. પરંતુ તમે ઘરે સાંજની નાની ભૂખમાં જંક ફૂડ ખાવાના બદલે હોટ સૂપ પી શકો છો. શરીરને એનર્જી આપે છે એટલે જ તેને બ્રોકોલીને સુપરફૂડ કહેવામાં આવે છે. તે પોષણનું પાવર હાઉસ પણ છે. 


બ્રોકોલી સૂપ માટે સામગ્રી

  • આ સૂપમાં તમે 8 થી 10 જેટલી બદામ પણ લઈ શકો છો.
  • 1 કપ બ્રોકોલી
  • 1 સ્પૂન ગોળ
  • 1 કપ પાણી
  • 1 નાની ડુંગળી ઝીણી સમારેલી
  • 3 થી 4 કળી લસણ
  • 1 ચમચી માખણ
  • 1 ટી સ્પૂન કાળા મરી પાવડર

બ્રોકોલી સૂપ બનાવવાની રીત :

શિયાળાની ઠંડી ભગાડવા માટે બ્રોકોલી સૂપ બેસ્ટ છે. આ સૂપ બનાવવા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો તેમાં બટર નાખ્યા બાદ ડુંગળી ઉમેરો અને 1 થી 2 મિનિટ માટે સાંતળી લો. પછી તેમાં ગોળ અથવા ખાંડ અને બ્રોકોલી ઉમેરો. પછી તેમાં 1 કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો. પછી પેનને ઢાંકણથી ઢાંકી દો અને વચ્ચે ક્યારેક હલાવતા રહી બધી સામગ્રી ઓગળી જાય ત્યા સુધી કૂક કરો. પછી ગેસ બંધ કરી આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો. પછી આ મિશ્રણને બ્લેન્ડ કરી લિકવિડ પ્રવાહી બનાવો. સ્મૂથ પ્યુરી તૈયાર થઈ જાય પછી ફરી નોન-સ્ટીક પેનમાં સ્થાનાંતરિત કરી તેમાં માખણ, મીઠું અને કાળા મરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને 5 ઉકાળો. તૈયાર થઈ ગયો બ્રોકોલી સૂપ. આ સૂપ હૂંફાળો થાય ત્યારે પીવો. આ હોટ ડ્રિંક્સ પીવાથી શરીરને સુસ્તી ભાગશે અને એનર્જી આવશે.

  • Follow us on: