ભારતીયો ખાવાના શોખીન છે. દિવસ દરમિયાન જુદા-જુદા સમયે તે જાત-ભાતનું ખાવાનું ખાય છે. સવારે અને રાત્રિના ભોજન વચ્ચે સાંજના સમયે નાની ભૂખ લાગે છે. ત્યારે સાંજના સમયે લાગતી નાની ભૂખ માટે મોટાભાગના લોકો સ્ટ્રીટ ફૂડ ખાવા દોડ છે. આ ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો એવો કયો બ્રેકફાસ્ટ ખાવો જે નાની ભૂખ સંતોષે અને સ્ટ્રીટ ફૂડ જેવા સ્વાદિષ્ટ હોય. તો તેનો જવાબ છે ટેસ્ટી ચાટ. સ્ટ્રીટ ફૂડમાં પાણીપૂરી અને ચાટ સૌથી વધુ ખવાતી વાનગી છે. આજે તમને બેસન કટોરી ચાટની રેસીપી જણાવીશું.


બેસન ચાટ બનાવવા માટે સામગ્રી :

  • અજમો, મીઠું, હળદર, લાલ મરચું, તેલ, પાણી, ચાટ મસાલો, સેવ, દાડમના દાણા અને કોથમીરના પાન જરૂરિયાત મુજબ લેવા
  • 1 કપ ચણાનો લોટ
  • 2 ચમચી ચોખાનો લોટ
  • 1/5 કપ બાફેલા ચણા અથવા રાજમા 
  • 1 બાફેલ બટાકું
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ઝીણું સમારેલું ટામેટું
  • 1/5 કપ દહીં
  • 2 ચમચી લીલી ચટણી
  • 2 ચમચી મીઠી આમલીની ચટણી
  • તેલ - તળવા માટે

બેસન ચાટ બનાવવાની રીત :

  • બેસન ચાટ બનાવવા માટે પહેલા એક મોટા બાઉલમાં બેસનનું ખીરું બનાવો. તેના માટે ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, અજમો અને મોણ જેટલું તેલ નાખી જરૂરીયાત મુજબ જાડું પણ સુંવાળું ખીરું બનાવો.
  • પછી તેને ચાટનો આકાર આપવા એક નાના સ્ટીલના બાઉલ પાછળના ભાગમાં તેલ લગાવો. ત્યારબાદ આ મોલ્ડને બેસનના બેટરમાં ડુબાડી ગરમ તેલમાં મૂકો. અને જયારે બેસનનું પડ તેલમાં કડક થવા લાગે ત્યારે નાની વાટકીને બહાર કાઢી લો. પછી બાઉલ આકારની ચાટને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
  • તમામ ચાટના બાઉલને આ રીતે તૈયાર કરી ટીશ્યુ પેપર પર મૂકો. પછી તેમાં આ પછી, બાફેલા ચણા, બટેટા, ડુંગળી, ટામેટા, મીઠું, ચાટ મસાલો અને થોડો લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  • એક પ્લેટમાં ક્રિસ્પી ચણાના લોટના બાઉલ મૂકો અને દરેક બાઉલ ઉપર ચણા-બટાકાનું મિશ્રણ નાખો, પછી દહીં, લીલી ચટણી અને મીઠી ચટણી નાખો. તમારા સ્વાદ મુજબ મસાલા નાખી ખાવાનું હોય ત્યારે સેવ, દાડમ અને કોથમીર નાખી સજાવો.
  • કીટી પાર્ટી માટેનો પણ આ બેસ્ટ નાસ્તો છે. અથવા કયાંય બહાર જવું હોય તો તમે એડવાન્સમાં આ વાનગી પ્રિપરેશન કરી આરામથી ડીનર ટાઈમે ખાઈ શકો છો.
  • Follow us on: