શિયાળાની સિઝનમાં કંઈક મીઠું અને પૌષ્ટિક ખાવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સિઝનમાં જો તમે એવું કંઈક બનાવવું ઇચ્છો છો જે સ્વાદમાં લાજવાબ અને આરોગ્ય માટે ફાયદાકારક હોય, તો અંજીરનો હલવો (Anjeer Halwa) એક ઉત્તમ વિકલ્પ છે. આ હલવો માત્ર શિયાળાની ઠંડી દૂર કરે છે, પણ મીઠાઈ પ્રેમીઓ માટે એક હેલ્ધી ટ્રીટ પણ છે. તો ચાલો જાણીએ કે અંજીરનો હલવો કેવી રીતે બનાવવો?
અંજીર હલવો બનાવવા માટેની સામગ્રી
સુકા અંજીર – 1 કપ
દૂધ – 1 કપ
ઘી – 2 ટેબલસ્પૂન
ગોળ – 2 ટેબલસ્પૂન
કાજુ – 5–6 (સમારેલા)
બદામ – 5–6 (સમારેલા)
પિસ્તા – 1 ટેબલસ્પૂન (સજાવટ માટે)
ઇલાયચી પાઉડર – અડધો ટીસ્પૂન
અંજીર હલવો બનાવવાની રીત
ફર્સ્ટ સ્ટેપઃ અંજીર હલવો બનાવવા માટે સૌપ્રથમ સુકી અંજીરને ગરમ પાણી અથવા દૂધમાં આશરે 1 કલાક માટે પલાલી દો જેથી તે નરમ થઈ જાય.
સેકન્ડ સ્ટેપઃ હવે પલાળેલાં અંજીરને મિક્સરમાં પીસીને એક સ્મૂથ પેસ્ટ બનાવી લો.
ત્રીજું સ્ટેપ: હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં કાજુ અને બદામ નાખીને હળવા સોનરી રંગના થાય ત્યાં સુધી તળો. પછી તેને બહાર કાઢીને અલગ રાખો.
ચોથો સ્ટેપ: હવે એ જ કડાઈમાં અંજીરની પેસ્ટ નાખો અને ધીમા તાપે 5–7 મિનિટ સુધી સાંતળો. જ્યારે પેસ્ટમાંથી ઘી અલગ થવા લાગે, ત્યારે તેમાં દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો. (જો તેમાં થોડું ખોયું અથવા મિલ્ક પાઉડર ઉમેરશો તો હલવો વધુ રિચ અને સ્વાદિષ્ટ બનશે.)
પાંચમો સ્ટેપ: જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં ઇલાયચી પાઉડર અને તળેલો સૂકામેવાં ઉમેરો. હલવો જ્યારે કડાઈમાં ઘી છોડવા લાગે, ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. ઉપરથી પિસ્તા અને બદામથી સજાવો અને ગરમાગરમ પીરસો.
અંજીર ખાવાના ફાયદા
અંજીરમાં કેલ્શિયમ, આયરન, ફાઈબર અને એન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને અંદરથી ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે પાચનક્રિયા સુધારે છે, કબજિયાતમાં રાહત આપે છે અને હાડકાં મજબૂત બનાવે છે. તેમાં રહેલા ફાઈબર, વિટામિન અને ખનિજ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. અંજીર એન્ટિ-ઑક્સિડન્ટથી સમૃદ્ધ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.