ગુજરાતમાં શ્રાવણ મહિનો એટલે તહેવારનો મહિનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું મહત્વ છે. હાલમાં જ ધૂમધામથી રક્ષાબંધન તહેવારની ઉજણી થઈ. અને હવે લોકો રાંધણછઠ્ઠ, નાગપાંચમ, શીતળાસાતમ અને જન્માષ્ટમની તહેવારની તૈયારીમાં લાગી ગયા છે. આવતીકાલે 13 ઓગસ્ટના રોજ નાગપંચમીનો તહેવાર છે. આ દિવસે અને શીતળાસાતમના દિવસે કુલેરની મીઠાઈ બનાવવાનું ખાસ મહત્વ છે. આ મીઠાઈ બનાવવાની સરળ રીત નોંધી લો.


કુલેર બનાવવા માટે સામગ્રી

1/5 કપ બાજરી નો લોટ

1 (1/2 ચમચી) ઘી

2 ટેબલસ્પૂન ગોળ

કુલેર બનાવવા માટેની રીત

એક વાડકામાં બાજરીનો ચાળેલો લોટ લો પછી તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરો અને ત્યારબાદ તેમાં ઘી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ એકદરમ એકરસ થાય એટલે તેના નાના-નાના લાડુ બનાવી લો. કુલેર

કુલેર મીઠાઈનું મહત્વ

કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટમાં ભેળવીને બનાવવામાં આવતી મિઠાઈ છે. પ્રાચીન સમયમાં રોજીંદા ખોરાકમાં બાજરીના લોટમાંથી બનતી આ વાનગી કુલેર મીઠાઈ તરીકે બનાવવામાં આવતી હતી. પહેલાના સમયમાં મોટાભાગની વાનગીઓ ગોળમાંથી બનતી હતી જ્યારે અત્યારે કાજુ કતરી અને ચોકલેટ બરફી જેવી વાનગી ખાંડમાંથી બને છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકાર છે.

  • Follow us on: