આપણા કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરા છે. ભગવાનને પ્રસાદમાં પણી મીઠાઈનો ભોગ અર્પણ કરાય છે અને આ દિવસોમાં ઘરોમાં પણ મીઠાઈ બનાવવાની પરંપરા છે. બજારની મીઠાઈમાં ભેળસેળ હોઈ શકે છે અને વધુ મોંઘી પણ હોય છે. તમે થોડી જ સામગ્રીમાં ઘરે બાળકોની મનપસંદ વાનગી બનાવી શકો છો. બાળકોથી લઈને મોટાને ચોકલેટ વધુ પસંદ છે. તમે આ તહેવારને વધુ ખાસ બનાવવા ચોકલેટમાંથી બનતી સોજી ચોકલેટ ટ્રફલ્સની વાનગી બનાવો.


સોજી ચોકલેટ ટ્રફલ્સ માટે સામગ્રી :

  • 1 કપ સોજી
  • 100 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 1/2 છીણેલું નારિયેળ
  • 3 થી 4 ચમચી મધ અથવા ગોળ
  • 2 ચમચી ઘી
  • 2 ચમચી ડ્રાયફ્રૂટ

સોજી ચોકલેટ ટ્રફલ્સ બનાવવાની રીત :

આ વાનગી બનાવવા વધુ સમય નહી લાગે. ઓછી મિનિટમાં ફટાફટ તૈયાર થશે આ વાનગી. સોજી ચોકલેટ ટ્રફલ્સ બનાવવા પહેલા એક પેન અથવા કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં સોજી ઉમેરી દો. પછી ધીમા તાપે સોજીને શેકો અને જયારે શેક ત્યારે વચ્ચે હલાવતા રહો જેથી નીચે ચોંટી ના જાય. અને પછી સોજી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં આ મિશ્રણમાં છીણેલું નારિયેળ ઉમેરી તેને 1 થી 2 મિનિટ માટે થોડીવાર શેકો. 

અને ત્યારબાદ આ મિશ્રણને ગેસ બંધ કરી બીજા વાસણમાં તેને કાઢી લો. સોજીના આ મિશ્રણને ઠંડુ થવા દો. પછી તેમાં માઇક્રોવેવમાં ઓગાળેલી ડાર્ક ચોકલેટને ઠંડા કરેલા સોજી અને નારિયેળના મિશ્રણમાં ઉમેરો. પછી તેમાં મધ અથવા ગોળ અને સમારેલા ડ્રાય ફ્રૂટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને આ મિશ્રણને તમારા હાથથી નાના ગોળ ટ્રફલ્સનો આકાર આપો. તૈયાર કરેલા ટ્રફલ્સને ઉપર નારિયેળ પાવડર અથવા કોકો પાવડર વડે રોલ કરીને સજાવો. તેને 30 મિનિટ માટે ફ્રિજમાં રાખો જેથી તે સેટ થઈ જાય.

  • Follow us on: