ચોમાસામાં ખાવાના શોખીનોને મેથીના ગોટા અને દાળવડાં જેવા ફરસાણ પસંદ આવે છે. વરસાદની સિઝન સાથે જ મોટાભાગના લોકો ચાની ચુસકી સાથે ચણાના લોટમાં બનતા ભજીયા અને મેથીના ગોટા ખાતા હોય છે. સોજીના લોટમાંથી બનતો શિરો બધાને ખૂબ ભાવતો હોય છે. પરંતુ શું કોઈને ખબર છે કે સોજીના લોટમાંથી પકોડા પણ બને છે.
જો તમે મેથીના ગોટા અને દાળવડાં ખાઈને કંટાળી હોવ તો નવી રેસીપીમાં તમે સોજીનો પકોડાની વાનગી ટ્રાય કરી શકો છો. સોજીમાંથી બનેલા આ ક્રિસ્પી પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ હોય છે. આજે તમને અમે સોજીના ક્રિસ્પી વેજ પકોડા બનાવવી સરળ રીત જણાવીશું.
ક્રિસ્પી સોજીના વેજ પકોડા બનાવવા માટેની સામગ્રી
સોજીના પકોડા બનાવવા માટે તમે રોજિંદા મસાલામા સ્વાદ અનુસર મીઠું, છીણેલું આદુ, જરૂર પ્રમાણે પાણી તેમજ તળવા માટે તેલનો ઉપયોગ કરવાનો રહેશે.
- 1 બાઉલ સૂજી
- 2 ટેબલસ્પૂન બેસન
- 1/2 કપ દહીં
- 2 ટેબલસ્પૂન બ્રેડક્રમ્પસ
- 1બાઉલ મિક્સ વેજ,ગાજર,બટાકા, સ્વીટ કોર્ન,
- 1 ટેબલસ્પૂન ફ્રેશ ધાણા
- 5-6 નંગ લીલાં મરચાંના કટકા
- 1/4 ચમચી સોડા
ક્રિસ્પી સોજીના વેજ પકોડા બનાવવા માટેની સામગ્રી
- સોજીના પકોડા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં સૂજી,બેસન અને બ્રેડ ક્રમસ્ લઈ તેનું મિશ્રણ કરો. પછી તેમાં બધા શાકભાજી (તમે પોતાના મનપસંદ શાકને તેમાં ઝીણાં સમારીને લઈને શકો છો) ઉમેરો પછી તેમાં દહીં નાખી આ મિશ્રણને હલાવો.
- આ મિશ્રણ એકરસ થાય પછી તેમાં લીલા મરચાં છીણેલું આદું અને કોથમીર નાખી સ્વાદ મુજબ મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. સોજીમાં શાકભાજી અને દહીં નાખેલ આ મિશ્રણને 10 થી 15 મિનિટ જેટલા સમય માટે એરટાઈટ વાસણમાં રહેવા દો.
- આ મિશ્રણને Rest બાદ તેમાં ચપટી સોડા નાખો અને પછી તેના ઉપર ગરમ તેલ નાખી મિશ્રણને હલાવો. આ મિશ્રણમાં જરૂર પડે તો પાણી એડ કરી એક જ એક જ દિશામાં હલાવતા રહો.
- આમ કરવાથી પકોડા વધુ પોચા થશે. આ મિશ્રણ તૈયાર થયા બાદ કઢાઈમાં તેલ મૂકો અને તે ગરમ થાય ત્યારે મેથીના ગોટાની જેમ સોજીના પકોડા મૂકી સારી રીતે તળી લો.
ક્રિસ્પી પકોડા સાથે ખુશનુમા હવામાનનો આનંદ બમણો થઈ જાય છે. તમે ઘણી વાર ચણાના લોટમાંથી બનેલા પકોડા ખાધા હશે, પરંતુ આ રીતે સોજીના ક્રિસ્પી પકડો બનાવશો તો ભોજનનો સ્વાદ બમણો થશે.