શિયાળામાં ઠંડી વધતા સ્વાસ્થય સમસ્યા વધે છે. 40 વર્ષથી ઉપરના મોટાભાગના લોકોને હાડકાંના દુખાવો, સાંધાનો દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મળશે. કોઈ દવા નહી પરંતુ સ્વાદિષ્ટ વાનગી શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે. ઠંડીના દિવસોમાં તેનું નિયમિત સેવન કરવામાં આવે તો જરૂર લાભ થાય છે. આ વાનગી છે ડ્રાયફ્રૂટ લાડુ. તેમાં તમામ પ્રકારના ડ્રાયફ્રૂટનો ઉપયોગ થવાના કારણે હેલ્થ માટે બેસ્ટ છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ડ્રાયફ્રૂટ લાડુ બનાવવાની જાણો સરળ રીત.
ડ્રાયફ્રુટ લાડુ બનાવવા માટેની સામગ્રી
ખજૂર ૨૫૦ ગ્રામ, ઘી ૫ ચમચી, બદામ અડધો કપ, અખરોટ અડધો કપ, કાજુ અડધો કપ, કોળાના બીજ અડધો કપ, સૂર્યમુખીના બીજ અડધો કપ, ખસખસ દોઢ ચમચી, કિસમિસ ત્રણ ચમચી, નારિયેળ પાવડર એક કપ, જાયફળ એક ચમચી, મધ એક ચમચી
આ રીતે બનાવો ડ્રાયફ્રુટ લાડુ
ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે પહેલા 250 ગ્રામ ખજૂર લો. પચી તેની અંદર રહેલા ઠળિયા કાઢી નાખો. ત્યારબાદ તેને બારીક કાપીને મિક્સરમાં ક્રશ કરી લો. પછી ગેસ પર તપેલી ગરમ કરી તેમાં થોડું ઘી, બદામ, અખરોટ અને કાજુ ઉમેરો. તમાને શેકીને પ્લેટમાં કાઢી લો. આ જ પેનમાં, કોળાના બીજ અને સૂર્યમુખીના બીજ ઉમેરી તેમને શેકયા બાદ પ્લેટમાં કાઢી લો. પછી ખસખસ, કિસમિસ અને સૂકું નારિયેળને ધીમા તાપે 5 થી 7 મિનિટ શેકી ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લો. ત્યાર બાદ એક પેનમાં થોડું ઘી ઉમેરો, પછી ખજૂરનું મિશ્રણ ઉમેરો અને સારી રીતે શેકો. પછી જાયફળ પાવડર, શેકેલા સૂકા ફળો, મધ અને શેકેલા બીજ ઉમેરી સારી રીતે શેકી લો. પછી આ મિશ્રણ સામાન્ય તાપમાને આવે ત્યારે તેને લાડુના આકારમાં ગોળ વાળો. લાંબા સમય સુધી ટકી રહે માટે હવાચુસ્ત બરણીમાં સ્ટોર કરો.
ડ્રાયફ્રૂટ લાડુ શરીર માટે ગુણકારી
સૂકા મેવાથી બનેલા લાડુ માત્ર હાડકાંને મજબૂત બનાવે છે જ નહીં, પરંતુ હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો, પાચનતંત્રમાં સુધારો, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. વજન નિયંત્રણ કરવા માટે સવારે અને સાંજના નાસ્તામાં તેનું સેવન કરો. ત્યારપછી 1 કલાક સુધી કંઇ ખાવું નહી. તરત વજનમાં ફેરફાર દેખાશે. આ લાડુ અનેક સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે. શારીરિક નબળાઈ દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ડ્રાયફ્રૂટ લાડુ મદદ કરી શકે છે. શિયાળાનો દિવસોમા આ લાડુ ખાવામાં આવે તો શરદી ખાંસી તો શું તાવ પણ દૂર રહેશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )