ખૂબ જ આકર્ષક અને ચમકદાર વાળ મેળવવા માટે આજકાલ હેર સ્મૂથિંગ અને સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. બંને પ્રક્રિયાઓમાં વાળમાં મેન્યુઅલી રસાયણો લગાવવામાં આવે છે અને બંને સારવાર તમારા વાળને અત્યંત ચમકદાર બનાવે છે. આ જ કારણે ગ્રાહકો ઘણીવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે કે તેમના માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે. વાસ્તવમાં, આ બંને ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા રસાયણો, તેમની માત્રા અને તેના પરિણામો એકબીજાથી તદ્દન અલગ છે. ચાલો સમજીએ આ બંને વચ્ચેનો તફાવત.
હેર સ્ટ્રેટનિંગ એટલે શું, જાણો ફાયદા
હેર સ્ટ્રેટનિંગ તમારા વાળને એકદમ સીધા (Sleek) કરે છે. આ પ્રક્રિયા તમારા વાળમાં રહેલા કુદરતી બંધન (Natural Bonds) ને કાયમ માટે બદલી નાખે છે, જેથી અત્યંત વાંકડિયા અને ઉછળતા વાળ પણ સંપૂર્ણપણે સીધા અને લાંબા દેખાવા લાગે છે. આ હેર ટ્રીટમેન્ટ કરવાથી વાળમાં રહેલ બરછટપણું અને બાઉન્સને સંપૂર્ણપણે દૂર કરીને તેને એકદમ સ્લીક અને સીધા બનાવવાનો છે. આમાં તીવ્ર અને મજબૂત રસાયણો તેમજ હીટ (ગરમી) નો ઉપયોગ થાય છે, જે વાળના કુદરતી બંધારણને તોડી નાખે છે. કાયમી ધોરણે સારવાર કરાયેલા વાળ જ્યાં સુધી મૂળમાંથી નવા વાળ ન ઉગે ત્યાં સુધી સીધા જ રહે છે. આ અસર સામાન્ય રીતે 6 થી 12 મહિના સુધી ચાલે છે.
હેર સ્મૂથિંગ અને ફાયદા
હેર સ્મૂથિંગ એ મૂળભૂત રીતે એક ડીપ કન્ડિશનિંગ સારવાર છે. આ પ્રક્રિયામાં હળવા વજનના કેરાટિન આધારિત પ્રોટીન ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે વાળના કુદરતી ઉછાળા (Bounce) ને જાળવી રાખીને તેની ચમક વધારે છે અને વાળના બંધારણને આરામ આપે છે. આમાં કેરાટિન પ્રોટીન સોલ્યુશન લગાવ્યા બાદ વાળને આયર્નિંગ, શેમ્પૂ અને કન્ડિશન કરવામાં આવે છે. વાળનું વાંકડિયાપણું (Frizz) ઓછું કરી ચમક વધારવી અને વાળનું કુદરતી વોલ્યુમ જાળવી રાખે છે. આમાં પ્રોટીન લેયરને વાળના ક્યુટિકલ્સ પર લગાવવામાં આવે છે, જેથી વાળ અંદરથી મજબૂત અને બહારથી સોફ્ટ બને છે. સ્ટ્રેટનિંગની સરખામણીએ આમાં નુકસાનનું જોખમ ખૂબ જ ઓછું હોય છે
બંનેમાંથી કયો વિકલ્પ બેસ્ટ
તમારા વાળની સ્થિતિ અને તમારી જરૂરિયાત મુજબ તમારે હેર સ્ટ્રેટનિંગ અને હેર સ્મૂથિંગનો વિકલ્પ પસંદ કરવો. જો તમારા વાળ અતિશય વાંકડિયા, જાડા અને ડ્રાય હોય કે જેમને રોજ સ્ટાઇલ કરવા મુશ્કેલ બનતા હોય, તો તમે સ્ટ્રેટનિંગ કરાવી શકો છો. પરંતુ, આ માટે તમારા વાળ કેમિકલ સહન કરી શકે તેટલા સ્વસ્થ હોવા જરૂરી છે. જો તમે વારંવાર ગૂંચ થતા વાળથી છુટકારો મેળવવા માંગો છો અને વાળને હળવા, કુદરતી રીતે ચમકદાર તથા બાઉન્સી રાખવા માંગો છો, તો સ્મૂથિંગ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.
આ પણ વાંચો : Beauty Tips: ઉનાળામાં ત્વચા પર ગુલાબી ગ્લો લાવવા ઘરેલુ ફેસ પેક અજમાવો, સાબુ અને ફેશવોશને કહો બાય..બાય..
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )