દિવાળી તહેવારમાં ઘર સુંદર દેખાય તેવી દરેકની ઇચ્છા હોય છે. એટલે અગાઉના દિવસોથી જ લોકો ઘરના ખૂણે-ખૂણાની સફાઈ કરતા હોય છે. મહિલાઓને ઘરની સફાઈમાં હંમેશા રસોઈઘરની સફાઈ વધુ પડકારભર્યું કામ લાગે છે. કારણે દિવસો પહેલા સફાઈ કર્યા બાદ રસોઈઘરમાં વંદા અને નાની જીવાત થોડા જ સમયમાં ફરી જોવા મળે છે. જો તમે અત્યારે રસોઈઘરની સફાઈ કરતા હોવ તો આ ટીપ્સ જરૂર તમારા કામમાં લાગશે. મોંઘા કલીનર્સના બદલે રસોઈઘરની સફઈમાં તમે ઘરેલુ વસ્તુનો જ ઉપયોગ કરી હંમેશા માટે વંદાના ત્રાસથી છુટકારો મળશે.
વારંવાર વંદા આવતા હોય તો કરો આ ઉપાય
મોટાભાગના ઘરોમાં અત્યારે દિવાળી તહેવારને લઈને સફાઈ અભિયાન ચાલુ છે. રસોડામાં વાંરવાર ત્રાસ આપતા વંદાથી છુટકારો મેળવવા તમે દાદીમાના કેટલાક અદ્ભુત આ ઉપચાર અજમાવી જુઓ. રસોઈઘરમાં ઘરેલુ નુસખામાં લીમડાનો ઉપયોગ બેસ્ટ છે. લીમડાનું તેલ અને પાણી મિક્સ કરીને સ્પ્રે બનાવો અને નિશ્ચિત સ્થાન પર છાંટો. આ ઉપરાંત બોરિક પાવડર લો અને આ પાઉડરને ખાંડ સાથે ભેળવો. આ મિશ્રણનો તમે રસોડામાં તમામ એવા સ્થાન પર સ્પ્રે કરો જયાં વારંવાર વંદા આવતા હોય. લીમડાનું સ્પ્રે અને બોરિક પાઉડરનું મિશ્રણ વારંવાર વંદા આવતા હોય તે સ્થાન પર લગાવવાથી જરૂર અસર દેખાશે.













