આજકાલ ઉનાળામાં ઠંડક માટે ACનો ઉપયોગ વધ્યો છે. આકરી ગરમીથી બચવા માટે ઘર અને ઓફિસમાં એર કંડિશનર (AC) નો વપરાશ એક સામાન્ય જરૂરિયાત બની ગયો છે. એસીમાં વધુ પડતા બેસવાથી સ્વાસ્થ્ય સમસ્યા વધતી હોવાની કેટલાક લોકોએ ફરિયાદ કરી. ઘણા લોકોના મનમાં એવો ડર છે કે એસીના કારણે તેમના હાડકાં નબળા પડી ગયા છે. જેના કારણે તેમને સંધિવા (Arthritis)થવાનો ડર સતાવી રહ્યો છે. એસીમાં બેસવાથી સંધિવા કે હાડકા નબળા થવા એ માન્યતા છે કે ખરેખર હકીકત તેને લઈને ડોક્ટર પાસે સાચી વિગત જાણીએ.


ઉનાળાની ગરમીમાં વધ્યો એસીનો ઉપયોગ

ડોક્ટરના જણાવ્યા અનુસાર ઉનાળાની ગરમીમાં હિટસ્ટ્રોક સ્વાસ્થ્ય માટે મોટું જોખમ છે. એટલે જ લોકોએ ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ. ડોક્ટરના જણાવ્યા અનુસાર ગરમીમાં એસીનો ઉપયોગ જરૂરિયાત છે. જો કે એસીની ઠંડી હવા સીધી રીતે આપણા હાડકાંને નબળા પાડતી નથી.  હાડકાંની મજબૂતાઈનો આધાર મુખ્યત્વે કેલ્શિયમ, વિટામિન ડી, પૌષ્ટિક આહાર, નિયમિત કસરત અને હોર્મોનલ સંતુલન પર રહેલો છે. પરંતુ વધુ પડતા એસીમાં બેસવાથી શરીર ફ્રીજ થઈ જાય છે.

AC માં રહેવાથી કેમ વધે છે જોખમ?

જે લોકો પોતાનો મોટાભાગનો સમય એસીવાળા રૂમ કે ઓફિસમાં વિતાવે છે, તેઓ કુદરતી સૂર્યપ્રકાશથી વંચિત રહી જાય છે. લાંબા સમય સુધી તડકામાં ન જવાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે. આ ઉણપના કારણે હાડકાં નબળા પડે છે અને આગળ જતાં 'ઓસ્ટીયોપોરોસિસ' (Osteoporosis) જેવો ગંભીર રોગ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

શું AC ના કારણે સંધિવા થઈ શકે?

નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે એસી સાંધાઓને કોઈ કાયમી નુકસાન પહોંચાડતું નથી. જોકે, જે લોકોને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ (સાંધાનો ઘસારો) ની તકલીફ પહેલેથી જ છે, તેમને ઠંડા વાતાવરણના કારણે સાંધામાં અસહ્ય દુખાવો, જડતા કે અગવડતા વધી શકે છે. આ દુખાવો તાપમાન ઘટવાને લીધે સ્નાયુઓ અકડાઈ જવાથી થાય છે, કોઈ નવો રોગ થવાને કારણે નહીં.

એસીના ઉપયોગ સાથે આ બાબતોનું રાખો ધ્યાન

હાડકાંને લોખંડ જેવા મજબૂત રાખવા માટે દૂધ, ચીઝ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો નિયમિત લો. આ ઉપરાંત, વિટામિન ડી માટે ડાયેટમાં શુદ્ધ ઘીનો સમાવેશ કરવો હિતાવહ છે. હાડકાંના દુખાવા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી બચવા રોજ સવારે ૭ થી ૮ વાગ્યા સુધીનો કુદરતી સૂર્યપ્રકાશ વિટામિન ડી મેળવવા માટે સર્વશ્રેષ્ઠ છે. બપોરે ૧૨ થી ૪ ના તીખા તડકામાં જવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી સનબર્ન થઈ શકે છે. એસીનું તાપમાન 24 ડિગ્રી રાખવું સૌથી બેસ્ટ છે. તાપમાન ખૂબ નીચું રાખવાથી શરીરમાં જડતા આવે છે.


આ પણ વાંચો : Face પરના ઓપન પોર્સથી છો પરેશાન, આ જાદુઈ ટોનર ચહેરા પર કરશે ચમત્કાર

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: