આજે લોકો ફક્ત હેલ્થ જ નહીં બાહ્ય દેખાવ પર પણ ધ્યાન આપે છે. ચહેરાની સુંદરતાના દુશ્મન છે ખીલ અને ત્વચાના ખુલ્લા છીદ્રો. ચહેરા પર ઓપન પોર્સ હોવા એ એક સામાન્ય સમસ્યા છે. આ છિદ્રો મોટા થવા પાછળનું મુખ્ય કારણ ત્વચામાં વધુ પડતું સીબમ (તેલ) ઉત્પાદન અને કોલેજનનો અભાવ છે. જ્યારે આ વધારાનું તેલ, ધૂળ-ગંદકી અને મૃત ત્વચા સાથે ભળે છે, ત્યારે છિદ્રો બ્લોક થઈ જાય છે અને તે કદમાં મોટા દેખાવા લાગે છે. ચહેરા પરના ઓપન પોર્સ દૂર કરવા ઘરેલુ ઉપાય વધુ અસરકારક છે. આ જાદુઈ ટોનર થોડા જ સમયમાં ગ્લોઇંગ સ્કીન આપશે.
ચહેરા પરના ઓપન પોર્સથી છો પરેશાન, કરો ઉપાય
ત્વચાના છિદ્રોની સમસ્યા માટે વધતી ઉંમર, સૂર્યના હાનિકારક કિરણોના કારણે ત્વચાની સ્થિતિસ્થાપકતા ઓછી થવી અને આનુવંશિકતા પણ આ સમસ્યા માટે જવાબદાર છે. જો તમે પણ ચહેરા પરના આ હઠીલા ખાડાઓથી પરેશાન છો અને મોંઘા પાર્લર ટ્રીટમેન્ટ કે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ પાછળ પૈસા વેડફવા નથી માંગતા, તો તેનો રામબાણ ઈલાજ તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે. આજે અમે તમને ચોખા અને લવિંગમાંથી એક એવું જાદુઈ હોમમેઇડ ટોનર બનાવતા શીખવીશું, જે ઓપન પોર્સને ટાઈટ કરશે અને માત્ર એક જ અઠવાડિયામાં તમારા ચહેરાની કુદરતી ચમક પાછી લાવશે!
કેવી રીતે બનાવશો જાદુઈ ટોનર?
આ કુદરતી ટોનર બનાવવાની રીત ખૂબ જ સરળ છે. આ ટોનર બનાવવા તમારે ચોખા: ૩-૪ ચમચી, લવિંગ: ૭ થી ૮ દાણા, પાણી: ૧ મોટો કપ, અને સ્પ્રે બોટલ: લેવાની રહેશે. આ નેચરલ ટોનર બનાવવા સૌપ્રથમ, ચોખાને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. એક પેનમાં એક કપ પાણી રેડો. તેમાં ધોયેલા ચોખા અને ૭-૮ લવિંગ ઉમેરો. મધ્યમ તાપ પર પાણી ગરમ કરો અને પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય. પછી ગેસ સ્ટવ બંધ કરી પાણીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી, તેને ગાળી લો અને તેને સ્વચ્છ સ્પ્રે બોટલમાં રેડો. તમે આ ટોનરને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો.
કુદરતી ટોનરનું ક્યારે પરિણામ દેખાશે?
લવિંગ અને ચોખાના પાણીમાંથી બનેલા કુદરતી ટોનરનો ઉપયોગ 5 થી 6 દિવસ સુધી કરી શકો છો. તમારા ચહેરા પર ઠંડુ ટોનર લગાવવાથી છિદ્રો વધુ ઝડપથી સંકોચાય છે. અઠવાડિયા સુધી દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરવાથી ખરેખર ફરક પડશે. તમારા ખુલ્લા છિદ્રો નોંધપાત્ર રીતે ઓછા થશે, તમારી ત્વચા કડક થશે અને તમારો ચહેરો અરીસાની જેમ ચમકશે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? આજે જ તેનો પ્રયાસ કરો અને તમારી ત્વચાને કુદરતી ચમક આપો!
આ પણ વાંચો : Recipe: હવે બચેલી ઈડલી ફેંકવાની જરૂર નથી! માત્ર 15 મિનિટમાં બનાવો ચટાકેદાર વાનગી
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )