ચિયા બીજને આજે હેલ્થનું સુપરફૂડ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા લોકો તેનું સેવન કરવા લાગ્યા છે. પરંતુ આજે પણ મોટાભાગના લોકોને ખબર નથી કે આખરે ચિયા બીજ કઈ રીતે ખાવા જોઈએ. ચીયા બીજ પાણીંમાં પલાળીને ખાવા કે પછી કાચા ખાવા તેને લઈને 90 ટકા લોકો અજાણ છે. સ્વાસ્થ્ય તંદુરસ્તા રાખવા આ બંનેમાંથી કયું શ્રેષ્ઠ તે જાણવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટે યિયા બીજ કઈ રીતે ખાવા તેની સલાહ આપી છે.


યિયા બીજના ભરપૂર ફાયદા

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ ચિયા બીજ કદમાં ભલે નાના હોય પણ તેના અનેકગણા ફાયદા છે. આ બીજનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તમે ઘણી બીમારીઓને દૂર રાખી શકો છો. ચિયા બીજનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસ અને હાડકાંની સમસ્યામાં ફાયદાકારક છે. આ બીજનું નિયમિત સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેમજ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રાખે છે. આમ, આ બીજ બીપી અને હાર્ટના દર્દી માટે એક ઔષધિ છે.  તેમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોવાથી દાંત પણ મજબૂત બનાવે છે. આજકાલ, સ્વસ્થ જીવનશૈલી અપનાવનારા લોકો તેનો ઉપયોગ પાણી, સ્મૂધી, દહીં અને સલાડમાં વ્યાપકપણે કરી રહ્યા છે. 

પાણીમાં પલાળીને ખાવા કે પછી કાચા ખાવા

ચિયા બીજ વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ ખૂબ જ ઝડપથી પાણી શોષી લે છે. જ્યારે પાણી અથવા અન્ય કોઈપણ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે તેઓ તેમના વજન કરતાં લગભગ 10-12 ગણું શોષી લે છે અને જેલ જેવો પદાર્થ બનાવે છે. ચિયાના બીજને પલાળ્યા વિના સીધા ખાવામાં આવે, તો તે શરીરની અંદર ફૂલી શકે છે. આનાથી પેટનું ફૂલવું, ભારેપણું, કબજિયાત અને ગૂંગળામણ થઈ શકે છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે ચિયાના બીજને ખાતા પહેલા પલાળવા સલામત અને વધુ આરામદાયક છે. પાણીમાં પલાળીને ચિયા બીજ ખાવાથી વધુ ફાયદો થાય છે.

નિષ્ણાતનો અભિપ્રાય, કયારે ખાવા ચીયા બીજ

ચિયા બીજમાં ફાયટીક એસિડ નામનું સંયોજન હોય છે, જે ક્યારેક કેલ્શિયમ, આયર્ન અને ઝીંક જેવા ખનિજોના શોષણને થોડું ઘટાડે છે. પલાળવાથી આ અસર થોડી ઓછી થાય છે, જેનાથી શરીર આ આવશ્યક ખનિજોને વધુ સારી રીતે શોષી શકે છે. એસિડિટી, કબજિયાત, IBS, અથવા નબળી પાચનશક્તિની સમસ્યા હોય, તો પલાળેલા ચિયા બીજ એક સારો વિકલ્પ છે. જોકે, સૂકા ચિયા બીજ કેટલાક લોકોમાં ગેસ અને પેટમાં દુખાવો વધારી શકે છે.


આ પણ વાંચો : Winterની સિઝનમાં બનાવો તલ ગોળની બરફી, મોઢામાં મૂકતા જ ઓગળી જશે


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: